Gujarati News

Gujarati News

News of Monday, 5th August 2019

કાશ્મીરના અલગતાવાદી નેતા યાસીન મલિકનું તિહાર જેલમાં અવસાન થયાની સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા

યાસીન માલિકના એડવોકેટએ કહ્યું તિહાર જેલના પ્રશાશન સાથે વાત થઈ :મલિકની તબિયત સુધારા પર છે અને તે હજી જીવિત છે

યાસીન મલિકનું તિહાર જેલમાં અવસાન થયાની સોશ્યલ મીડિયામાં ભારે ચર્ચા જાગી છે ફેસબુકના અહેવાલો મુજબ પાકિસ્તાની ચેનલ 5ના કહેવા પ્રમાણે  (બીબીસી બ્રિટનને ટાંકીને)  તિહાર જેલમાં જમ્મુ-કાશ્મીરના અલગાવવાદી નેતા અનેજેકેએલએફના યાસીન મલિકનું તિહાર જેલમાં મૃત્યુ થયું છે. જોકે સત્તાવાર આવી  કોઈ જાહેરાત હજુ સુધી થઈ નથી.

  આ પહેલા લંડન ખાતે જેકેએલએફની(જમ્મુ કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટ) ની બેઠકમાં દિલ્હીની તિહાર જેલમાં જેકેએલએફના ચેરમેન  મુહમ્મદ યાસીન મલિકની ઝડપથી બગડતી જતી તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવેલ.અને તેમને ફેબ્રુઆરી મહિનામાં પબ્લિક સેફટી એકટના કાનૂન હેઠળ પુરી દઈ અમાનવીય વર્તાવ થતો હોવા અંગે પણ ચિંતા દર્શાવાયેલ.. પ્રો. ઝફરખાન ના વડપણ હેઠળ આ મિટિંગ જૂન 2019માં મળી હતી.

: યાસીન મલિક લાંબા સમયથી કિડની સહિતની બીમારીઓથી પીડાઈ રહ્યા છે. કાશ્મીરમાંથી પંડિતોની હિજરત પાછળ તેમના  પક્ષ દ્વારા હાથ ધરાયેલ કત્લેઆમ મુખ્ય જવાબદાર માનવ માં આવે છે.

બીજી તરફ યાસીન માલિકના એડવોકેટએ જણાવ્યું છે કે તેની તિહાર જેલના પ્રશાશન સાથે ગઈકાલે વાત થઈ હતી અને તેમણે જણાવ્યું છે કે મલિકની હાલત સુધારા પર છે અને તે હજી જીવિત છે

યાસીન મલિકનું તિહાર જેલમાં અવસાન થયાની પાકિસ્તાન ટીવી ચેનલના ગપગોળા જેવા અહેવાલોને યાસીન માલિકના  વકીલે ટ્વિટર ઉપર નકારી કાઢયા છે

આમ હવે યાસીન મલિકના વકીલે જ મૃત્યુ થયાના અહેવાલોને રદિયો આપ્યો છે તેથી તમામ અફવાઓનો અંત આવશે.

(12:00 am IST)