Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

૪૦૦ કરોડના ટર્નઓવર પર લાગશે રપ ટકા કોર્પોરેટ ટેક્ષ

મોદી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ બજેટમાં કોર્પોરેટ જગત માટે મહત્વની જાહેરાતો : હવે ફકત ૦.૭ ટકા કંપનીઓ કોર્પોરેટ ટેક્ષના સ્લેબમાંથી બહાર રહેશે : રપ ટકા કોર્પોરેટ ટેક્ષ સ્લેબમાં રહેશે

નવી દિલ્હી, તા. પ :  નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશનું વહીખાતું રજુ કર્યુ તેમાં કોર્પોરેટ સેકટરને મોટી રાહત મળી છે. નવા પ્રસ્તાવ હેઠળ હવે ૪૦૦ કરોડ રૂપિયા સુધીનું વર્ષનું કારોબાર કરતી કંપનીઓ રપ ટકા કોર્પોરેટ ટેક્ષના દાયરામાં રપ૦ કરોડ રૂપિયા સુધીનો કારોબાર કરતી કંપનીઓ સામેલ હતી. હવે ફકત ૦.૭ ટકા કંપનીઓ કોર્પોરેટ ટેક્ષના સ્લેબથી બહાર રહેશે.

નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે ભારતીય ઇકોનોમીને રફતાર આપવામાં સુક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગોની મહત્વની ભૂમિકા છે એવામાં આ સેકટરમાં રોકાણની જરૂરીયાત છે તેની સાથે ૪ વિદેશી અને ઘરેલું રોકાણને વધારવા પર સરકારનું જોર રહેશે. તેઓએ જણાવ્યું કે અમેએસએમ ઇઝને ૧ કરોડ રૂપિયા સુધીની લોન પર ર ટકા વ્યાજ સબસીડી આપવાના ઘોષણા કરવામાં આવી. તેના પર ૩પ હજાર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે બીજીબાજુ જીએસટી અરજીકૃત એમએસએમઇ માટે ૩પ૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. એ પહેલા ફેબ્રુઆરીમાં અંતરિમ બજેટમાં કોર્પોરેટ સેકટરને ઝટકો લાગ્યો હતો. ખરેખર, મોટા ઉદ્યોગોને આશા હતી કે કોર્પોરેટ ટેક્ષમાં રાહત મળશે પરંતુ અવું કોઇ બન્યું નથી. બીજીબાજુ અંતરિમ બજેટમાં એલ્યુમીનીયમ ઇન્ડસ્ટ્રી તરફથી આયાત પર અંકુશ લગાવા માટે પ્રાઇમરી એલ્યુમીનિયમ અને સ્ક્રેપ મેટલ બંને પર હાલની મર્યાદીત ફ્રીને વધારીને ૧૦ ટકા કરવાની હાલની મર્યાદીત ફીને વધારીને ૧૦ ટકા કરવાની માંગ કરવામાં આવી રહી હતી. બીજી બાજુ ઓયલ એન્ડ એનર્જી સેકટરની રોકાણ પર જોર દેવાની માંગ હતી. બાયોફયુલ (બાયોડીઝલ સંયેત્ર લગાવા માટે આવશ્કય મશીનોના આયાત પર ઝીરો શુલ્ક કર આપવાની માંગ કરવામાં આવી હતી.  જો કે અંતરિમ બજેટમાં સરકાર તરફથી સુક્ષ્મ, લઘુ, નાના અને મધ્યમ એમએસએમઇને ૧ કરોડ રૂપિયા સુધીની લોન પર ટકા વ્યાજ સબસીડી આપવાની જાહેરાત કરવામાં આવી બાજી બાજુ સરકારી ખરીદીમાં એમએસએમઇની ભાગીદારીને સરકારી ઇમાર્કેટ પ્લેસના માધ્યમથી વધારવામાં આવ્યા છે. હવે તે રપ ટકા કરી દેવામાં આવી છે.

(3:29 pm IST)