Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

પેટ્રોલ-ડિઝલ મોંઘાઃ ૧ રૂપિયાની સેસ ઝીંકાઇ

પેટ્રોલ-ડિઝલ પર સ્પેશ્યલ અતિરિકત એકસાઇઝ ડ્યુટીની જાહેરાત કરી છે

નવી દિલ્હી, તા. પ : નાણામંત્રી નિર્મલા સીતારામને આજે સામાન્ય બજેટ-ર૦૧૯ને રજૂ કર્યુ. નાણામંત્રીએ બજેટમાં ગામ, ગરીબ, ખેડૂતો અને યુવાઓ પર અનેક મહત્વના એલાન કરવામાં આવ્યા છે. દેશના પ્રથમ પૂર્ણકાલિક નાણામંત્રી નિર્મલાએ પેટ્રોલ અને ડિઝલ પર ૧-૧ રૂપિયાની અતિરિકત સેસ લગાવાનું એલાન કર્યુ છે.

નાણામંત્રીના આ એલાન બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં વધારો નકકી જ છે. બજેટ ભાષણ દરમ્યાન નાણામંત્રીએ પેટ્રોલ અને ડિઝલ પર સ્પેશ્યલ અતિરિકત એકસાઇઝ ડયુટીની જાહેરાત  છે. નાણામંત્રીએ તેમના બે કલાકથી વધુ ચાલેલા ભાષણના અંતમાં પેટ્રોલ અને ડિઝલ પર રોડ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રકચર સેસ લગાવાની જાહેરાત કરી છે. પેટ્રોલ પર એક રૂપિયા અને ડિઝલ પર પણ એક રૂપિયાની સેસ લગાવામાં આવી છે.

(3:27 pm IST)