Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

મોદી સરકાર બહાર પાડશે નેશનલ ટ્રાન્સ્પોર્ટ કાર્ડ

આ કાર્ડનો ઉપયોગ આખા ભારતમાં પ્રવાસ દરમ્યાન થઇ શકશે

નવી દિલ્હી, તા. પ :  લોકસભામાં બજેટ રજુ કરતા નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડ બહાર પાડવાની જાહેરાત કરી છે. આ કાર્ડનો ઉપયોગ સમગ્ર ભારતમાં પ્રવાસ દરમ્યાન કરી શકાશે. તેનો ઉપયોગ બસ, રેલ્વે અને પાર્કિંગ ચાર્જ ચુકવવા માટે થઇ શકશે. એનટીસીને રૂપે કાર્ડની મદદથી એકસેસ કરવામાં આવશે. નેશનલ ટ્રાન્સપોર્ટ કાર્ડ (એનટીસી)માં એમઆરઓ (મેન્યુફેકચરીંગ, રીપેર અને ઓપરેટ)ની સુવધા આપવાની વાત પણ કરવામાં આવી છે. તેમાં મેન્યુફેકચરીંગ, રીપેર અને ઓપરેટની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે. દેશમાં ઝડપથી વધી રહેલી વસ્તી અને અવરજવરને સરળ બનાવવા માટે સરકારે આ કાર્ડ લાવવાનો નિર્ણય કર્યો છે.

નાણાપ્રધાને જાહેર કર્યુ કે સરકાર રેલ્વેમાં ખાનગી ભાગીદારી વધારવા પર ભાર મુકી રહી છે. રેલ્વેના વિકાસ માટે પીપીપી મોડલને લાગુ કરવામાં આવશે. રેલ માળખામાં વિકાસ માટે પ૦ લાખ કરોડ રૂપિયાના રોકાણની જરૂર છે.

તેમણે પોતાના બજેટ ભાષણમાં કહ્યું કે અમારૂ લક્ષ્ય રિફોર્મ, પરફોર્મ અને ટ્રાસ્ફોર્મનું અમારી સરકારનું આગામી મોટું લક્ષ્ય જળ માર્ગને પ્રોત્સાહન આપવાનુ છે, સાથેજ વનનેશન વન ગ્રીડ માટે પણ અમે આગળ વધી રહ્યા છીએ, જેની બ્લુપ્રિન્ટ તૈયાર થઇ રહી છે.

(3:25 pm IST)