Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ન.મો.એ ટ્રવિટર પર લખ્યું, કચ્છી નયે વરહ અષાઢી બીજ''જી મડે ભેણું કે ઝજી વધાઇયું''

નવી દિલ્હી તા ૫ : ગઇકાલે અષાઢી બીજના અવસરે કચ્છીઓ નવા વર્ષની ઉજવણી કરે છે. દેશમાં ઠેર ઠેર ભગવાન જગનનાથની રથયાત્રાનો ઉત્સવ ઉજવાય છે. જયારે કચ્છમાં નવા વર્ષનો પ્રારંભ થાય છે. ગઇકાલથી કચ્છમાં નવુ વર્ષ બેસે છે. વડા પ્રધાન મોદીનો કચ્છ સાથેનો નાતો  જુનો છે. કચ્છના ભૂકંપથી ગુજરાતના સી.એમ. તરીકે પ્રસ્થાપીત થનાર નરેન્દ્ર મોદી કચ્છની પ્રજા સાથેના તેમના સબંધોને અવારનવાર ઉજાગર કરતા રહે છે. આજે કચ્છી નવા વર્ષ નીમીતે પી.એમ. મોદીએ કચ્છીઓને તેમની જ ભાષામાં શુભેચ્છા પાઠવી હતી.

પી.એમ. મોદીએ ટ્રવિટર પર લખ્યું, કચ્છી નયે વરહ અષાઢી બીજ જી મડે ભેણું કે ઝીજી વધાઇયું, નયે વરહ આઇ મડે કે સુખ સમૃધ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પુરા થીયે એડી મુજી ઝજી ઝજી શુભકામના.કચ્છી નયે વરહ અષાઢી બીજ જી મડે ભા ભેણું કે ઝજી વધાઇયું, નય વરહ આઇ મડે કે સુખ સમૃધ્ધિ અને શાંતિ ડે અને મડેજા મનોરથ પુરા થીયે એડી મુજી ઝજી ઝી શુભકામના.વાડા પ્રધાન મોદીએ આ ટ્રવિટર કર્યા બાદ જ સોશ્યલ મીડિયામા ટ્રવીટ વાયરલ થઇ ગયું. સી.એમ. રૂપાણી સહીત ભાજપના અનેક નેતાઓએ તેને રી-ટ્રવીટ કર્યુ હતું. પ્રદેશ બીજેપી પ્રમુખ જીતુ વાઘાણીએ પણ કચ્છી નવા વર્ષની ટ્રવીટર પર શુભેચ્છાઓ આઠવી હતી.

(11:25 am IST)