Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ટીએમસી સાંસદ નુસરત જહાંની કોલકતામાં ગ્રાંડ રિસેપ્શન: મમતા બેનર્જી પણ ઉપસ્થિત

રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિ, પોલિટિક્સ અને બિજનેસ વર્લ્ડના કેટલાંય મોટા નેતાઓ પહોચ્યાં

 

કોલકતા : બંગાળી એક્ટ્રેસ અને લોકસભા ચૂંટણીમાં જીત મેળવી સાંસદ બનેલી નુસરતે ગયા મહિને પોતાના બોયફ્રેંડ નીખીલ જૈન સાથે લગ્ન કર્યા હતા. આજે કોલકતામાં તેનુ ગ્રાંડ રિસેપ્શન યોજાયુ હતુ. રિસેપ્શનમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રિ, પોલિટિક્સ અને બિજનેસ વર્લ્ડના કેટલાંય મોટા નેતાઓ પહોચ્યાં હતાં.

   પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનરજી આઇટીસી રોયલમાં થઈ રહેલા ગ્રાન્ડ રીસેપ્શનમાં દેખાયા છે. મમતા બેનરજીના નવા પરિણીત દંપતિ સાથેનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઉપરાંત, ફોટોમાં અભિનેત્રી અને એમપી એમએમ ચક્રવર્તી પણ જોઇ શકાય છે.

   ગ્રાન્ડ રીસેપ્શનમાં બંગાળી, વેજ, નોન-વેજ અને ઇટાલિયન ફુડ જોવા મળશે. જૈન સંબંધીઓની હાજરીને લીધે વેજ મેનુમાં વિશેષ ધ્યાન રાખવામાં આવ્યું છે. ઉપરાંત, નુસરત બંગાળી ભોજનનુ પણ સંભાળ રાખે છે કારણ કે નુસરતને હિલ્સા, પ્રોન્સ અને બિરયાની ખુબ પસંદ છે.

(12:00 am IST)