Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને ડીએમકે યુથ વિંગના સચિવ બનાવાયા

ચેન્નાઇ : ડીએમકેના પ્રમુખ એમ કે સ્ટાલિનના પુત્ર ઉદયનિધિ સ્ટાલિનને ડીએમકે યુથ વિંગના સચિવ બનાવવામાં આવ્યા છે તમિલ ફિલ્મ અભિનેતા ઉદયનિધિ સ્ટાલિન પહેલા, તેમના પિતા એમકે સ્ટાલિન પણ આ પોસ્ટ પર રહી ચૂક્યા છે. ત્યારબાદ કરુણાનિધિએ સ્ટાલિનને કોષાધ્યક્ષ બનાવ્યા હતા. અને વી સ્વામીનાથને યુથ વિંગના સેક્રેટરી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.  

      સ્વામિનાથને થોડા દિવસ પહેલા રાજીનામું આપી દીધું છે. જેના પછી ઉદયનિધિનો માર્ગ સાફ થયો હતો.પિતા કરુણાનિધિના મૃત્યુ પછી સ્ટાલિને ડીએમકેના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. જે કરુણાનિધિના સમયે પણ પ્રમુખ તરીકે કામ કરતા હતા. કારણ કે કરુણાનિધિ લાંબા સમયથી રાજકારણમાં તેમના સ્વાસ્થ્યને કારણે સક્રિય ન હતા. પક્ષનો સંપૂર્ણ જેનો કોઇ ચાર્જ લેવામાં બાદ સ્ટાલિન સોંપી દેવામાં આવ્યો હતો.

(12:00 am IST)