Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

અમેરિકાથી વતન હૈદ્દાબાદ આવેલા સોફટવેર એન્જીનીઅર અરવિંદકમાર પિચારાનું અકસ્માતે મોતઃ એડવેન્ચર રિસોર્ટ ખાતે બાઇક સ્લિપ થતા સ્થળ ઉપર જ કરૂણ અવસાન

 

હૈદ્દાબાદઃ ભારતના હૈદ્દાબાદના વતની તથા અમેરિકામાં સ્થાયી થયેલા સોફટવેર એન્જીનીઅર ૪૫ વર્ષીય અરવિંદકુમાર પિચારાનું હૈદ્દાબાદ મુકામે અકસ્માતથી અવસાન થયું છે.

 

તેઓ હેદ્દાબાદમાં બાઇક ઉપર સવાર થઇને હિલ્સ એન્ડ વેલી એડવેન્ચર રિસોર્ટ ખાતે ગયા હતા જયાં તેમની સાથે ગાઇડ નહોતો. તે સમયે વળાંક વખતે સ્લીપ થઇ જતા તાત્કાલિક હોસ્પિટલે ખસેડાયા હતા. જયાં ડોકટરએ તેમને મૃત જાહેર કર્યા હતા.

તેઓ યુ.એસ.માં ડલાસ મુકામે સ્થાયી થયા હતા. તથા વેકેશનમાં વતનમાં આવ્યા હતા જયાં મિત્રો સાથે ઉપરોકત એડવેન્ચરમાં જોડાયા હતા. તેમના દુઃખદ અવસાન બદલ નોનપ્રોફિટ ઓર્ગેનાઇઝેશન 'વિભા'એ શ્રધ્ધાંજલી પાઠવી હતી. જેમાં તેઓ જોડાયેલા હતા. તથા બાળકોના હકકો માટે કાર્યરત હતા.

(8:05 pm IST)