Gujarati News

Gujarati News

News of Saturday, 5th June 2021

અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2001થી યુદ્ધ ચાલી રહ્યું છે જે લગભગ 234 મહિના એટલે કે 20 વર્ષ સુધી ચાલ્યું: જેમાં 2400 જવાન શહીદ થયા

અમદાવાદઃ જુલાઈ સુધી અફઘાનિસ્તાન કરવું પડશે ખાલી, કેમ પરત ફરી રહ્યાં છે અમેરિકાના સૈનિક? દુનિયાના સૌથી લાંબા યુદ્ધની રોચક કથા જાણવા જેવી છે. અમેરિકા પોતાના ઈતિહાસમાં  અનેક મોટા યુદ્ધ લડિયું છે.પરંતુ સૌથી મોટું યુદ્ધ તેનું અફઘાનિસ્તાન સામે ચાલ્યું છે,પરંતુ હવે ડેડલાઈન નજીક આવતા અફઘાનિસ્તાનમાં મોટા ભાગના સૈનિક અડ્ડા બંધ થઈ રહ્યા છે.

તમને એવું લાગતું હશે કે કોઈ દેશ વચ્ચે યુદ્ધ થાય તો  એક બે દિવસમાં કે એક અઠવાડિયા કે મહિનામાં પુરૂ થઈ જતું હોય છે.પરંતુ એવું નથી કેટલાક એવા યુદ્ધ હોય છે જેમાં વર્ષોના વર્ષો નિકળી જાય.કેમ એવું થાય છે અને આટલા વર્ષો કેમ નિકળી જાય  છે તે જાણવું પણ ખુબ જરૂરી હોય છે.

અમેરિકામાં થયેલ આતંકી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે

અમેરિકામાં થયેલ આતંકી હુમલાને 20 વર્ષ પુરા થઈ રહ્યા છે. ત્યારે અમેરિકા અને અફઘાનિસ્તાનના યુદ્ધને પણ 20 વર્ષ થવા આવ્યા છે.વર્ષ 2001થી બંને દેશ વચ્ચે તણાવ ચાલે છે.જેના ભાગરૂપે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ પોતાના મોટા ભાગના સૈનિકોને ઉતારી દિધા હતા.પરંતુ હવે સ્થિતિ સુધરતા ફરી સૈનિકો અમેરિકા જઈ રહ્યા છે.

20 વર્ષમાં 1.1 લાખ લોકોના મોત

અફઘાનિસ્તાનમાંથી અમેરિકાના 3500 અને નાટો ગઠબંધન સાથે જોડાયેલા 7 હજાર સૈનિકો 1 મેથી પરત જવાનું શરૂ કર્યું છે.જેમાં સૌથી મોટા સૈનિક બેઝ કંધાર એરફિલ્ડ સહિત આસપાસના નાના સૈનિક અડ્ડા બંધ કરી દેવાયા છે. તો જુલાઈ સુધીમાં સેના પરત ફરી જશે.પરંતુ 20 વર્ષના સંઘર્ષ-હુમલામાં 1.01 લાખ અફઘાનિસ્તાનીના મોત થયા છે.જ્યારે 2400 અમેરિકન સહિત 3500 જવાન શહીદ થયા છે.

અમેરિકાનું સૌથી લાબું યુદ્ધ

અમેરિકા અને અફઘાનિસ્તાન વચ્ચે વર્ષ 2001થી યુદ્ધ ચાલી રહ્યું છે.જે લગભગ 234 મહિના એટલે કે 20 વર્ષ સુધી ચાલ્યું.જેમાં 2400 જવાન શહીદ થયા.

20 વર્ષમાં યુદ્ધ પાછળ અમેરિકાએ ખર્ચા 145 લાખ કરોડ

રાહત-કન્સ્ટ્રક્શન પાછળ અમેરિકાએ 10.45 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કર્યો.જ્યારે સંપૂર્ણ મિશન પાછળ 20 વર્ષમાં 145 લાખ કરોડનો ખર્ચ થયો.

અમેરિકાનો યુદ્ધ ઈતિહાસ

અફઘાનિસ્તાન બાદ અમેરિકાનું સૌથી વધુ વર્ષ 1965થી 1975 સુધીમાં 122 મહિના વયેતનામ સામે યુદ્ધ ચાલ્યું હતું.જ્યારે ઈરાક સામે 2003થી 2013 સુધીમાં 105 મહિના યુદ્ધ ચાલ્યું.

બીજા વિશ્વ યુદ્ધનો સંઘર્ષ

બીજા વિશ્વ યુદ્ધમાં 44 મહિના સંઘર્ષ ચાલ્યો હતો.જેમાં 2,91,557 શહીદ થયા હતા. સિવા. કોરિયન યુદ્ધ 37 મહિના, ફિલિપિન્સ યુદ્ધ 37 મહિના અને પહેલું વિશ્વ યુદ્ધ 19 મહિના ચાલ્યું હતું.

અમેરિકાનો અંતિમ પડાવ ક્યો હશે

રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ વર્ષ 2015માં અફઘાનિસ્તાનમાં તૈનાત 9800 જવાનોમાંથી અડધા સૈનિક પરત બોલાવી લીધા હતા.પરંતુ ત્યાર બાદ સ્થિતિ ત્યાં અટકી ગઈ હતી જેથી અત્યાર સુધી યુદ્ધ ચાલું રહ્યું.જો કે હવે ધીરે ધીરે અમેરિકા અફિઘાનિસ્તાનને ખાલી કરે છે. જેમાં સૌથી મોટા બગરમ એરબેઝને સૌથી છેલ્લા ખાલી કરવામાં આવશે.જે અમેરિકાનો અંતિમ પડાવ હશે.

જુલાઈ સુધી અફઘાનિસ્તાન થશે ખાલી

અમેરિકાના સૈનિકો છેલ્લાં 20 વર્ષથી અફઘાનિસ્તાનમાં અડ્ડો જમાવીને બેઠાં છે. જોકે, હવે જુલાઈ સુધીમાં અફઘાનિસ્તાન ખાલી કરવાનું તેમણે નક્કી કર્યું છે. પહેલાં અમુક જવાનોને અગાઉ અમેરિકાએ પરત પોતાના દેશમાં બોલાવી લીધાં હતાં.

સૈનિક પરત બોલાવ્યા બાદ આગળ શું કરશે અમેરિકા

સેનાની વાપસી બાદ પણ અમેરિકા 4 વર્ષ સુધી અફઘાનિસ્તાના સરક્ષાદળોને 29 હજાર કરોડ રૂપિયા આપશે.

અત્યાર સુધી અમેરિકા આપી ચૂક્યું છે આટલા રૂપિયા

અમેરિકા વર્ષ 2002થી અત્યાર સુધી અફઘાનિસ્તાનને 6.45 લાખ કરોડ રૂપિયા આપી ચુક્યું છે. અફઘાનિસ્તાના પુન:નિર્માણ ફંડ માટે અપાયેલી રકમના 62 ટકા છે.

(4:33 pm IST)