Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

એમેઝોનનું એરટેલમાં બે અબજ ડોલરનું મૂડીરોકાણ

કોરોનાની વચ્ચે દેશની ટેલિકોમ કંપનીઓને ચાંદી : એરટેલના ભારતમાં ૩૦ કરોડથી વધારે યુઝર્સ છે અને તે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપની બની છે : અહેવાલ

નવી દિલ્હી, તા. ૫ : કોરોના સંકટની વચ્ચે દેશની ટેલિકોમ કંપનીઓને ચાંદી થઈ ગઈ છે. જાણકારી મુજબ, ઈ-કોમર્સ કંપની એમેઝોન ભારતી એરટેલમાં બે અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. મામલા સાથે જોડાયેલા ત્રણ સૂત્રોએ તેની પુષ્ટિ કરી છે. એપ્રિલમાં સૌથી પહેલા ફેસબુકે રિલાયન્સ જિયોમાં ૪૪ હજાર કરોડનું રોકાણ કર્યું હતું. તે પછીથી અત્યાર સુધીમાં જિયોમાં પાંચ રોકાણકારો ૭૮ કરોડનું રોકાણ કરી ચૂક્યા છે.

           ગત દિવસોમાં અહેવાલઆવ્યા હતા કે, ગુગલ વોડાફોનમાં બે અબજ ડોલરનું રોકાણ કરશે. જો કે, વોડાફોને બાદમાં સ્પષ્ટતા કરતાં કહ્યું કે, તેની પાસો આવો કોઈ પ્રસ્તાવ નથી. રિલાયન્સ જિયોને લઈને અહેવાલ છે કે, માઈક્રોસોફ્ટ પણ તેમાં બે અબજ ડોલરનું રોકાણ કરી શકે છે. આ ડીલને લઈને વાતચીત ચાલી રહી છે. એમેઝોન એરટેલમાં રોકાણની વાત કરીએ તો, જો આ ડીલ પાકી થઈ જશે તો ભારતીય એરટેલમાં તેની ભાગીદારી પાંચ ટકાની આસપાસ હશે. એરટેલના ભારતમાં ૩૦ કરોડથી વધારે યુઝર્સ છે અને તે દેશમાં સૌથી મોટી ટેલિકોમ કંપની છે.

(7:57 pm IST)