Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

મંદિરના પૂજારીએ કહ્યું: સેનિટાઇઝરમાં આલ્કોહોલ હોય છેઃ તે લગાવી અંદર ન જવાય

મંદિરના પૂજારીએ કર્યો સેનિટાઇઝરનો વિરોધ

ભોપાલ, તા.૫: કોરોના વાયરસના સંક્રમણે રોકવા માટે દેશભરમાં ૨૫જ્રાક માર્ચથી લોકડાઉન લાગુ કરાયું છે. જોકે કેન્દ્ર સરકારે હવે ૧ાૃક જૂનથી તેમાં છૂટછાટો આપવાનું વધાર્યું છે અને આગામી ૮મી જૂનથી દેશભરમાં મોલ્સ, મંદિરો સહિતની વસ્તુઓ સોશિયલ ડિસ્ટન્સિંગ અને ગાઈડલાઈન્સના પાલન સાથે ખોલવાની અનુમતિ આપી છે. જોકે ભોપાલમાં એક મંદિરના પૂજારી આ ગાઈડલાઈન્સના પાલનમાં સેનિટાઈઝરના ઉપયોગની વાત સાથે સહમત નથી.

ભોપાલમાં આવેલા માતા વૈષ્ણવધામ નવા દુર્ગા મંદિરના પૂજારી મંદિરોમાં સેનિટાઈઝર મશીનના ઉપયોગના વિરોધમાં છે. તેમના કહેવા મુજબ સેનિટાઈઝરમાં આલ્કોહોલનો ઉપયોગ કરાતો હોય છે. આથી મંદિરમાં તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

મંદિરના પૂજારી ચંદ્રશેખર તિવારીનું કહેવું છે કે, આપણે દારૂનું સેવન કરીને મંદિરમાં પ્રવેશ ન કરી શકીએ તો આલ્કોહોલથી હાથ સેનિટાઈઝ કરીને કેવી રીતે જઈ શકીએ છીએ. તમે હાથ ધોવાના મશીન બધા મંદિરોની બહાર લગાવો, ત્યાં સાબુ રાખો તેનો અમે સ્વીકાર કરીએ છીએ. આમ તો મંદિરમાં વ્યકિત દ્યરેથી સ્નાન કરીને જ પ્રવેશ કરે છે.

જોકે દેશના અન્ય મંદિરોમાંથી આ પ્રકારની કોઈ વાત સામે આવી નથી. દિલ્હીમાં કનોટ પ્લેસમાં આવેલા હનુમાન મંદિરમાં એન્ટ્રી ગેટ પર સેનિટાઈઝેશન મશીન લગાવાયું છે. બીજી તરફ પંજાબમાં પણ સુવર્ણ મંદિર પરિસરમાં સેનિટાઈઝેશનનું કામ કરવામાં આવ્યું હતું.

(3:55 pm IST)