Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

તમે રૂમમાં જાઓ અને એસીમાંથી એક પછી એક સાપ ટપકે તો ?

લખનૌ,તા.૫:મેરઠ જિલ્લાના એક ગામમાં એરકન્ડિશનરના પાઈપમાંથી સાપનાં નાનાં ૪૦ બચ્ચાં નીકળતાં વિસ્તારમાં ભય પ્રસરી ગયો હતો. કંકણખેરા પોલીસ સર્કલની હદમાં આવેલા પાવલી ખુર્દ ગામમાં શ્રદ્ઘાનદ નામનો ખેડૂત તેની રૂમમાં ગયો ત્યારે તેણે જમીન પર સાપનું બચ્ચું જોયું. તેણે તરત જ સાપના બચ્ચાને ઊંચકીને બહાર મૂકી દીધું. જોકે થોડા સમય પછી જયારે તે ફરી પોતાની રૂમમાંગયો ત્યારે સાપનાં વધુ ત્રણ બચ્યાં જમીન પર પડેલાં જોવા મળ્યાં અને એના વિશે કાંઈ વિચારે કે સમજે એ પહેલાં તેણે એસીમાંથી સરકીને નીચે પડતાં કેટલાંક સાપનાં બચ્ચાંને જોયાં. તેના પરિવારે એસી ખોલીને સાફ કરતાં એના પાઇપમાંથી સાપનાં ૪૦ બચ્ચાં નીકળ્યાં હતાં.

આ સમાચાર પ્રસરતાં ગામના લોકો સાપનાં એ બચ્ચાઓને જોવા એકઠા થઈ ગયા હતા. શ્રદ્ઘાનંદ અને તેના પરિવારે પાઇપમાંથી બધાં બચ્ચાંને એક થેલીમાં ભરીને નજીકના જંગલમાં છોડી દીધાં હતાં.સ્થાનિક વેટરિનરી ડોકટરનું કહેવું છે કે છેલ્લા કેટલાક મહિનાઓથી એરકન્ડિશનનો ઉપયોગ કરાયો ન હોવાથી તેમ જ તેની સફાઈ પણ કરાઈ ન હોવાથી સાપે એના પાઇપમાં ઈંડાં મૂકયાં હોય એવું બની શકે.

(3:13 pm IST)