Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

કેરળમાં ગર્ભવતી હાથણીને દારૂગોળો ખવડાવીને મારી નાખવાના મામલે એક આરોપીની ધરપકડ

ઘણા શંકાસ્પદોની અટકાયત કરીને પુછપરછ" તમામ આરોપીની ધરપકડ કરવા તજવીજ

કેરળના મલપ્પુરમમાં ગર્ભવતી હાથણીને ફળમાં દારૂગોળો ભરીને ખવડાવીને હત્યા કરવાના મામલામાં એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. રાજ્યના વન મંત્રી રાજુએ આ માહિતી આપી છે. તેમણે કહ્યું કે, આ મામલામાં અન્ય બીજા લોકો પણ સામેલ હતા.

ઘણા શંકાસ્પદોની અટકાયત કરીને પુછપરછ કરવામાં આવી રહી છે.ટૂંક સમયમાં જ તમામની ધરપકડ કરી લેવાશે. એક દિવસ પહેલા જ કેરળના બે બિન સરકારી સંગઠનોએ હત્યારાઓની માહિતી આપવા પર દોઢ લાખ રૂપિયાનું ઈનામ આપવાની જાહેરાત કરી હતી.

હાથણીના હત્યારાઓની ખબર આપવા માટે બે ખાનગી સંગઠનોએ દોઢ લાખ રૂપિયાનું ઈનામ રાખ્યું છે. વાઈલ્ડ લાઈફ SOS એનજીઓએ ગુનાખોરોની શોધ કરનારાને 1 લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે

(2:01 pm IST)