Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

દિલ્હી મેટ્રો સેવામાં ઘુસ્યો કોરોના : DMRC ના 20 કર્મી,ઓનો રિપોર્ટ પોઝીટીવ : તકેદારી માટે સંક્રમિત કર્મચારીઓને ફરજ પરથી હટાવ્યા

સરકારની મંજૂરી મળતા જ મેટ્રોની સેવા પુન:શરૂ કરવા માટે તૈયારી

નવી દિલ્હી:દેશમાં કોરોના મહામારીએ કહેર વર્તાવ્યો છે ત્યારે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના 20 કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે મેટ્રો મેનેજમેન્ટ દ્વારા એક નિવેદનમાં આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે.

  દિલ્હી મેટ્રોએ તકેદારીના ભાગરૂપે કોરોના વાઈરસથી આંશિક રૂપે પ્રભાવિત કર્મચારીઓને સ્વસ્થ થવા સુધી ફરજ પરથી હટાવી લીધા છે. આ સિવાય અધિકારીઓએ જણાવ્યું કે, તેઓ વાઈરસના સંક્રમણને રોકવા માટે તકેદારીના તમામ પગલા ભરવામાં આવ્યા છે. આ બાબતે મેટ્રો મેનેજમેન્ટ પહેલાથી જ એલર્ટ છે.

 મેટ્રોએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે, મેટ્રો મેનેજમેન્ટ પોતાના કર્મચારીઓના સુખ-દુખમાં તેમની સાથે જ છે. મેટ્રોએ દિલ્હી-NCRના લોકોને આ વાતનો વિશ્વાસ પણ અપાવ્યો છે કે, સરકારની મંજૂરી મળતા જ મેટ્રોની સેવા પુન:શરૂ કરવા માટે અમે તૈયાર છીએ.

દિલ્હી મેટ્રોના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, મેટ્રો સેવા બંધ હોવા છતાં કેટલાક કર્મચારીઓ 18-મેંથી મેટ્રોનું કેટલુંક કામકાજ કરવા માટે ફરજ પર આવી રહ્યાં હતા. આ સેવા લૉકડાઉનના ચોથા તબક્કામાં શરૂ કરવામાં આવી હતી. આ તબક્કામાં ટ્રાન્સપોર્ટના કેટલા સાધનોને દિલ્હી-એનસીઆરમાં કામ કરવાની મંજૂરી આપવામાં આવી હતી.

DMRCએ સ્પષ્ટ કર્યું છે કે, સંક્રમિત કર્મચારઓમાંથી કોઈની હાલત ગંભીર નથી અને તેમાંથી મોટાભાગના સ્વસ્થ થઈ ગયા છે .

(1:23 pm IST)