Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

હવે ડ્રોનથી ફુડ આઇટમ્સની ડીલીવરીની તૈયારી

સ્વિગી, ઝોમેટો અને ડુંજોને ડ્રોન દ્વારા ડીલીવરીના ટેસ્ટની મંજુરી

નવી દિલ્હી,તા.૫: આગામી સમયમાં તમે કોઇ ફુડ આઇટમનો ઓર્ડર આપો અને તેની ડેીલીવરી ડ્રોન દ્વારા થાય તો નવાઇ ન પામતા, સ્ટાર્ટઅપ ઝોમેટો, સ્વિગી અને ડુંજો હવે તમારા સામાનની ડીલીવરી ડ્રોન દ્વારા કરવાની તૈયારીમાં છે. નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) સ્વિગી, ઝોમેટો અને ડુંજોને ભારતમાં ડ્રોનના માધ્યમથી સામાન ડીલીવર કરવા માટે ડ્રોન ટેસ્ટ કરવાની મંજુરી આપી દીધી છે. જો આ પરિક્ષણો સફળ થશે તો પછી તેને ચાલુ કરવામાં આવશે.

સુત્રો અનુસાર, આ કંપનીઓને ભારતના અમુક શહેરોમાં 'બિયોન્ડ વિઝયુઅલ લાઇન ઓફ સાઇડ' ડ્રોનના પરિક્ષણ માટે પરવાનગી મળી ગઇ છે. જુલાઇ મહિનાના પહેલા સપ્તાહથી પરીક્ષણ રૂપે ડ્રોન દ્વારા સામાનથી ડીલીવરી કરવામાં આવશે. એ જોબમાં આવશે કે આ પરિક્ષણ કેવું રહ્યુ, તેમાં કેટલી મુશ્કેલી આવે છે. તેનાથી લોકોને સામાન મેળવવામાં કેટલી સરળતા પડે છે. એ પણ જોવામાં આવશે.

કેન્દ્ર સરકારે ગયા વર્ષે જાહેરાત કરી હતી કે તે પ્રાયોગીક રીતે લાંબા અંતર માટે ડ્રોન ઉડાડવાની પરવાનગી આપશે. ડીજીસીએ એ ગયા વર્ષે ઓકટોબરમાં ૩૪ અરજદારોમાંથી ૧૩ કંપનીઓને ૨૦૨૦માં પ્રક્રિયા શરૂ કરવા માટે સીલેકટ કરી છે.

કંપનીઓના સીનીયર અધિકારીઓનું કહેવું છે કે ડ્રોનથી જો ફુડ આઇટમ્સની ડીલીવરીની પરવાનગી મળવાથી સામાનને ઝડપથી પહોંચાડવામાં મદદ મળશે. તેના દ્વારા ૫ કિલોમીટરનું અંતર ૧૦ મીટરમાં કાપી શકાશે. ડ્રોનની મહતમ ઝડપ ૮૦ કિ.મી. પ્રતિ કલાક હશે.

(11:22 am IST)