Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

૨૨ વર્ષમાં પહેલીવાર ગરીબીમાં થશે વધારો

વિશ્વભરની અડધી વસ્તી કાં તો લોકડાઉનમાં અથવા કન્ટેન્મેન્ટ ઝોનમાં

નવી દિલ્હી તા.૫: ૨૨ વર્ષોમાં પહેલીવાર વૈશ્વિક ગરીબીનું સ્તર વધશે. દુનિયાની કુલ વસ્તીનો ૫૦ ટકા ભાગ કાં તો લોકડાઉનમાં છે તેમની આવક બંધ છે. જેના લીધે આગામી કેટલાક મહિનામાં દુનિયાભરના ૪૦ થી ૬૦ મિલીયન લોકોએ અત્યંત આજીવિકાનું સાધન ગુમાવી ચૂકયા છે. ભારતમાં પણ ૧૨ મિલીયન ગરીબો વધશે.

આ અનુમાન સેન્ટર ફોર સાયન્સ એન્ડ એન્વાયરનમેન્ટ (સીએસઇ)ના નવા રિપોર્ટ સ્ટેટ ઓફ ઈન્ડિયા એન્વાયરનમેન્ટ  ઈન ફિગર ઓફ ૨૦૨૦માં કરવામાં આવ્યુ છે. આ રિપોર્ટ ગઇકાલે બહાર પાડવામાં આવ્યો છે.  સીએસઈની ડાયરેકટર જનરલ સુનિતા નારાયણે કહ્યુ કે દુનિયાભરમાં કુદરતી આપત્તીઓ વધી રહી છે. ૨૦૧૯માં ૧૯ મોટી કુદરતી આપત્તીઓમાં ફકત ભારતમાં જ ૧૩૫૭ મોત થયા હતા.છેલ્લા ચાર વર્ષમાં મોટી પ્રાકૃતિક  આપત્તીઓ દુનિયામાં વધી રહી છે. તેના  કારણે દુનિયાની અર્થવ્યવસ્થા પર જોખમ વધી રહ્યુ છે.

હવે આ આપત્તીઓ સાથે કોરોના મહામારી પણ જોડાઇ છે. આ મહામારીના કારણે પહેલી અસર ગરીબો પર દેખાવા  લાગી છે. આ રિપોર્ટમાં કલાઇમેન્ટ ચેંજ, કોરોના, પ્રદુષણ, પશુધન, ઘર, રોજગાર, એનર્જી અને વિકાસ સાથે સંકળાયેલા તથ્યો અમેરિકા, યુરોપ, ઓસ્ટ્રેલિયા અને લેટીન અમેરિકાના દેશોને ઘણુ નુકશાન થયુ છે. હવે તેના નવા હોટસ્પોટમાં આફ્રિકા અને એશિયા છે.

(11:21 am IST)