Gujarati News

Gujarati News

News of Friday, 5th June 2020

લોકડાઉન જીમ સંચાલકો માટે શનિની પનોતી કરતા વધુ મુશ્કેલ સાબિત થયો

જીમ સંચાલકોની વ્યથા : આવનારો સમય અમારા માટે ઘણો કપરો સાબિત થશેઃ ૭૦ દિવસમાં જીમ સંચાલકોને ૮૦ લાખથી ૧ કરોડ રૂપિયાનું નુકસાન થયુ

વડોદરા, તા.૫: વૈશ્વિક મહામારી કોરોના વાઈરસને કારણે અત્યારે સમગ્ર દેશમાં ચાલી રહેલા લોકડાઉનમાં વિવિધ વર્ગના લોકોની હાલત દ્યણી હાલત કફોડી બની રહી છે. વિવિધ વર્ગના વ્યકિતઓ અત્યારે આ મહામારી કયારે પુરી થશે તેની આતુરતાથી રાહ જોઈને બેઠા છે. ઉપરાંત સરકાર દ્વારા પણ મધ્યમ વર્ગ તથા મધ્યમની નીચેના વર્ગ માટે કોઈ યોજના જાહેર કરે જેથી તેઓ ફરી પાછા આ િઆથિક સંકળામણમાંથી બહાર આવી શકે તેવી પણ તેઓ રાહ જોઈને બેસી રહ્યા છે.

ત્યારે બીજી બાજુ હજુ પણ જે વ્યવાસાયો, રમત ગમતની સંસ્થાઓ, સ્વિમીંગપુલો તથા જીમ્નેશિયમ ખોલવામાં નથી આવ્યા. તે વ્યકિતઓની હાલત પણ કફોડી બની રહી છે. જગ્યાનું ભાડું, સાધનોના મેઈન્ટેનન્સ માટેનો ખર્ચો, કર્મચારીઓના પગાર તથા વિવિધ ખર્ચાઓ લોકડાઉન દરમિયાન પણ ચાલુ હતા તેના માટે પણ ઘણી મુશ્કેલી સાબિત થઈ રહી છે.

તેવામાં જીમ સંચાલકોએ સંદેશ સાથે કરેલી ચર્ચામાં લોકડાઉન દરમિયાન થયેલી મુશ્કેલીઓની આપવિતી જણાવી હતી. તેઓએ એ પણ જણાવ્યું હતું કે જીમ કરવાથી વ્યકિતની ઈમ્યુનિટીમાં વધારો થાય છે. ઉપરાંત સરકારના ફિટ ઈન્ડિયા મુવમેન્ટને પણ સમર્થન આપે છે. જેથી સરકારે હવે આ ઈન્ડસ્ટ્રી વિશે વિચારવું જોઈએ. એક અહેવાલ મુજબ જે વ્યકિતની ઈમ્યુનિટી સીસ્ટમ સારી હશે તે વ્યકિતને કોરોના થવાની શકયતા દ્યણી ઓછી હોય છે. જેથી જીમ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે અને વ્યકિત એનર્જેટીક પણ રહે છે. સરકાર દ્વારા જે ગાઈડલાઈન આપવામાં આવશે તે મુજબ આગળનું પ્લાનિંગ કરીશું

હું કારેલીબાગ વિસ્તારમાં હાઈલાઈન ફિટનેસ જીમ ચલાવુ છું. લોકડાઉનમાં ૧૫ થી ૧૮ લાખનું નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. ઉપરાંત ૧૦૦ કરતા વધુ જીમ મેમ્બર્સનું નુકશાન પણ થયું છે. બે મહિના કરતા વધુ સમય જીમ બંધ હોવાથી અંગત જીવનમાં પણ ઘણી તકલીફો આવી છે. સરકાર દ્વારા જે ગાઈડલાઈન જાહેર કરાશે તે મુજબ આગળનું પ્લાનિંગ કરીશું.               

જીમની સીઝન શરૂ થઈ તેવામાં જ આ લોકડાઉન આવી ગયું. જેને કારણે અમારી આ વર્ષની સીઝન ફેઈલ ગઈ છે. બે મહિના કરતા વધુ સમય થઈ ગયો હોવાથી બચત પણ પુરી થઈ ગઈ છે. છેલ્લા ૧ વર્ષથી આ વ્યવસાય નુકશાનમાં છે. અમારા શહેરમાં ૪ સેન્ટર આવેલા છે. લોકડાઉનને કારણે ૪ સેન્ટરમાં મળીને એક થી દોઢ કરોડ જેટલુ નુકશાન ભોગવવાનો વારો આવ્યો છે. કૈલાશ જાધવ નવી સીઝનમાં જીમની ફી માં વધારો કરીશું તો મેમ્બર્સનું પ્રમાણ પહેલા કરતા ઘટી જશે

હું હરણી વિસ્તારમાં લાઈફટાઈમ ફિટનેસ જીમ ચલાવું છું. લોકડાઉનને કારણે આવક બંધ હોવા છત્તા તેની સામે ટ્રેનરોનો પગાર, લાઈટબીલ, વેરો, મેઈન્ટેનન્સ ચુકવવુ પડયું હતું. આવક બંધ હોવાને કારણે ઘરમાં પણ ઘણી તકલીફો ઉઠાવી પડી રહી છે. લોકડાઉન બાદ જો ફી માં વધારો કરીશુ તો નવા આવનાર મેમ્બર્સનું પ્રમાણ ઘટી જશે.  ઔ મુકેશ પટેલ આવક બંધ હોવાને કારણે રોજિંદા ખર્ચા કરવામાં પણ ઘણી તકલીફ થઈ રહી છે.

(10:00 am IST)