Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

છોકરીઓની છેડતી કરી તો લાગશે ૩૦૦૦ વોલ્ટનો કરંટ

મહિલાઓ માટે બોડીગાર્ડનું કામ કરશે : જેકેટમાં કેમેરા પણ છે : બનાવવામાં થયો ૧૫૦૦૦નો ખર્ચો

મુરાદાબાદ તા. ૫ : છોકરીઓની છેડતી કરતા લોકોને હવે બરાબરનો પાઠ મળશે. ઉત્તર પ્રદેશના ૫ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓએ મહિલાઓ માટે એક એવું જેકેટ બનાવ્યું છે જેની મદદથી કોઈ ખરાબ ઈરાદાથી મહિલાઓને અડી નહીં શકે. ખોટા ઈરાદે સ્પર્શ કરતા લોકોને આ જેકેટ ૩૦૦૦ વોલ્ટનો ઝાટકો આપશે. એટલું જ નહીં, આ જેકેટમાં ફીડ કરેલ ઈમરજન્સી મોબાઈલ નંબર પર મદદ માટેનું અલર્ટ અને લોકેશન પણ પહોંચી જશે.

મુરાદાબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીના પાંચ વિદ્યાર્થી શિવમ શ્રીવાસ્તવ, રાજીવ મૌર્યા, નિતિન કુમાર, નિખિલ કુમાર અને ઋષભ ભટનાગરે આ જેકેટ તૈયાર કર્યું છે. શિવમ શ્રીવાસ્તવે કહ્યું કે દેશમાં મહિલાઓ પરના અત્યાચાર વધી રહ્યા છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને એક એવું ડિવાઈસ બનાવવાનો ફેસલો લીધો જેનાથી મહિલાઓને સુરક્ષા પૂરી પાડી શકાય.

આ જેકેટમાં જીપીએસ-જીએસએમ લગવવામાં આવ્યું છે. દેખાવમાં તો આ જેકેસ સામાન્ય જેકેટ જેવું જ લાગે છે, પરંતુ કોઈ ખરાબ ઈરાદાથી મહિલાને સ્પર્શ કરશે તો તેની ખેર નહીં! કોઈ મહિલાને ખોટા ઈરાદે અડે ત્યારે તેણે જેકેટની જમણી બાજુ આવેલું એક બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ મહિલાને સ્પર્શ કરનાર શખ્સને ૩૦૦૦ વોલ્ટનો કરંટ લાગશે. જેકેટમાં ફીડ કરેલા નંબર પર અલર્ટ પહોંચી જશે અને જેકેટમાં લાગેલા કેમેરામાં તમામ ઘટના કેદ થઈ જશે, જેથી મહિલા પાસે તેની સાથે થયેલી ઘટનાનો પુરાવો રહેશે.

પાંચેય વિદ્યાર્થીઓ છેલ્લા ત્રણ વર્ષથી આ પ્રોજેકટ પર કામ કરી રહ્યા હતા. એક જેકેટ બનાવવામાં ૧૫૦૦૦ રૂપિયા ખર્ચ થયા. વિદ્યાર્થીઓનું કહેવું છે કે જેકેટનું વધુ પ્રમાણમાં ઉત્પાદન થશે ત્યારે જેકેટ બનાવવાનો ખર્ચો ઘટી જશે. બીટેક ઈલેકિટ્રકલના આસિસ્ટન્ટ પ્રોફેસર આલોક પાન્ડેએ જણાવ્યું કે કોલેજમાં રિસર્ચ અને ડેવલપમેન્ટ પર બહુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મહિલાઓની સુરક્ષા માટે આ જેકેટ વરદાન સમાન સાબિત થશે.

(4:09 pm IST)
  • તાલાલા સાસણ રોડ પર જંગલ વિસ્તારમાં આગ ભભૂકી :મુખ્યમાર્ગની નજીકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું :છેલ્લી 20 મિનિટથી આગ ચાલુ છત્તા તંત્ર અજાણ હોવાનું જાણવા મળે છે સત્તાવાર સમર્થન અને વધુ વિગત મેળવાઈ રહી છે access_time 12:50 am IST

  • સાંસદો - ધારાસભ્યો સામેના કેસની સ્પેશ્યલ અદાલતો માટે પોણા બે કરોડ મંજૂર: દેશના ધારાસભ્યો, સાંસદો સંબંધી ૧૫૦૦ કેસ ચાલે છે તેનો નિકાલ લાવવા સરકારે ૧૦ વિવિધ રાજ્યોમાં અને દિલ્હીમાં બે એમ કુલ ૧૨ ખાસ અદાલતો રચવા નિર્ણય કરીને તે માટેનું ખાસ ફંડ તરીકે ૧.૭૯ કરોડ મંજૂર કર્યા છે access_time 11:21 am IST

  • સરકારે જમ્મુ-કાશ્મીરમાં સીમા પારથી ફાયરિંગમાં મરનાર દરેક દૂધાળું પશુઓ માટે વળતરની રકમ વધારીને 50 હજાર કરી :રાજ્યમાં આ વર્ષે જાન્યુઆરીથી પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનું 1200 થી વધુ વખત ઉલ્લંઘન કરાયું છે access_time 1:28 am IST