Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

દેશના વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનો માર્ગ અકસ્માતમાં આબાદ બચાવ

નિકમની કારને પાછળથી પોલીસના એક વાહને પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ટક્કર મારી દીધી હતી

દેશના વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમનો માર્ગ  અકસ્માતમાં આબાદ બચાવ થયો છે. નિકમની કારને પાછળથી પોલીસના એક વાહને ખંડાલા ઘાટ વિસ્તારમાં પુણે-મુંબઈ એક્સપ્રેસવે પર ટક્કર મારી દીધી હતી.

પોલીસના પેટ્રોલિંગ વાહનમાં સવાર બે પોલીસ કર્મચારીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. આ દુર્ઘટના સોમવારે રાત્રે આઠ વાગ્યે થઈ હતી. ત્યારે ઉજ્જવલ નિકમ મુંબઈ પાછા ફરી રહ્યા હતા.

મહત્વપૂર્ણ છે કે ઉજ્જવલ નિકમ દેશના સૌથી મશહૂર સરકારી વકીલોમાંથી એક છે. નિકમ કોર્ટમાં આતંકવાદી અજમલ કસાબને ફાંસી અપાવવાથી લઈને 1993ના બોમ્બ વિસ્ફોટ, ગુલશન કુમાર હત્યાકાંડ અને પ્રમોદ મહાજન હત્યાકાંડ જેવા હાઈપ્રોફાઈલ મામલાઓમાં સરકાર તરફથી પેરવી કરી ચુક્યા છે

(2:07 pm IST)