Gujarati News

Gujarati News

News of Tuesday, 5th May 2020

લોકડાઉનમાં બાળકો રમી રહ્યા છે પરંપરાગત રમતોઃ રામાયણ-મહાભારતનો પણ પ્રભાવ

રાજકોટ, તા. ૫ :. હાલમાં કોરોના મહામારીને પ્રસરતી અટકાવવા માટે લોકડાઉન-૩નો આદેશ કરવામાં આવ્યો છે અને તેના કારણે શાળાઓમાં વેકેશન પડી ગયુ છે ત્યારે આ રજાના સમયમાં બાળકો પરંપરાગત રમતો તરફ વળ્યા છે.

જેમાં ગ્રામ્ય વિસ્તારોમાં બાળકો ચોર-સિપાહી, કેરમ, ઈસ્ટો, સાપસીડી સહિત અનેક પ્રકારની રમતો રમીને સમય પસાર કરે છે.

આ રમતોમાં રામાયણ, મહાભારતનો પણ પ્રભાવ પડયો છે. હાલમાં ટેલીવિઝન ઉપર રામાયણ-મહાભારતનું પ્રસારણ થઈ રહ્યુ છે જેની અસર થતી હોય તેમ બાળકો ધનુષ-બાણની રમતો પણ રમી રહ્યા છે અને સમય પસાર કરે છે.

(3:39 pm IST)