Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

બંગાળની ખાડીમાં આ સિઝનનું પ્રથમ ડિપ્રેશન બન્યું, વાવાઝોડામાં પરીવર્તીત થશે?

અંદામાનમાં તોફાની પવન સાથે ભારે વરસાદ પડશેઃ કેરળ અને તામિલનાડુમાં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવનાઃ માછીમારોને દરિયો ન ખેડવા સલાહ

રાજકોટ,તા.૫: હવામાન પલટાની વચ્ચે આ સિઝનનું પહેલું લો પ્રેશર બંગાળની ખાડીમાં સર્જાયું છે. હવામાન વિભાગના જણાવ્યાનુસાર તે ચક્રવાતી તોફાનમાં બદલાઈ શકે છે. જો કે સ્પષ્ટ કોઈ અનુમાન નથી લગાવાઈ રહ્યું. આ ડીપ ડિપ્રેશન દરમ્યાન હવાની સ્પીડ ૪૦ થી ૫૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

આ સિસ્ટમ્સ યાંગુન (મ્યાનમાર)થી ૫૦૦ કિમી દક્ષિણમાં સ્થિત છે. જે મ્યાનમાર તટથી ઉત્તર પૂર્વ તરફ ગતિ કરે તેવી સંભાવના છે. ડિપ્રેશનના પગલે અંદામાનમાં ભારે વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત ૬૫ કિલોમીટરની સ્પીડથી ઝડપી  પવન ફૂંકાઈ શકે છે. માછીમારોને દરિયો ન ખેડવા સલાહ આપવામાં આવી છે.

દરમિયાન સ્કાઈમેટ વેધરના જણાવ્યા મુજબ પૂર્વ આસામ અને અરૂણાચલ પ્રદેશમાં હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. આ ઉપરાંત પૂર્વોત્તર ભારતમાં હળવો વરસાદ ચાલુ રહેશે. કેરળ અને તમિલનાડુમાં એક અથવા બે જગ્યાઓ પર મધ્યમથી હળવો વરસાદ થઈ શકે છે. પશ્ચિમ બંગાળ, ઓડિશાના કેટલાક ભાગો અને ઝારખંડના કેટલાક ભાગોમાં હળવો મધ્યમ વરસાદ થઈ શકે છે. જયારે તટીય આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, ઓડિશા, તેલંગાણા, કચ્છ અને ગંગીય પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારોમાં ગરમીમાં વધારો થઈ શકે છે.

(1:09 pm IST)