Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

અમેરિકી સાંસદની માફી માંગી કંપનીએ

વર્ક કલ્ચરને લઇને વિવાદોમાં એમેઝોનઃ કર્મચારીઓને બોટલમાં કરવો પડશે પેશાબ

ન્યુયોર્ક, તા.૫: દુનિયાના નંબર ૧ અમીર જેફ બેઝોસ ની એ કોમર્સ કંપની એમેઝોનએ સ્વીકાર કર્યો છે કે કામના વધુ પડતા પ્રેશરને કારણે ઘણીવાર તેના ડ્રાઈવરોએ પ્લાસ્ટીકની બોટલમાં પેશાબ કરવા માટે મજબુર થવું પડે છે. સુવિધાઓના અભાવને કારણે તેના ડ્રાઇવરોને દ્યણી વખત પ્લાસ્ટિકની બોટલોમાં પેશાબ કરવાની ફરજ પડે છે. અગાઉ કંપનીએ આ વાતનો ઇનકાર કર્યો હતો, પરંતુ હવે આ સ્વીકારીને યુએસના ધારાસભ્યની માફી માંગી છે.

ગયા અઠવાડિયે, વિસ્કોન્સિનના ડેમોક્રેટ સાંસદ માર્ક પોકને આ અંગે ટ્વિટ કર્યું હતું. તેમણે કહ્યું હતું કે કામદારોને કલાક દીઠ ૧૫ ડોલર આપી તમે વર્ક પ્લેસને પ્રગતિશીલ કાર્યસ્થળ નથી બનાવી શકતા. જયારે તમે સંદ્યને રચના કરવાની મંજૂરી આપતા નથી અને કામદારોને પાણીની બોટલોમાં પેશાબ કરવાની ફરજ પાડી રહ્યા છે.  એમેઝોન અધિકારીઓએ તરત જ પોકનના ટ્વીટ પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે તેમને ખરેખર વિશ્વાસ નથી થયો કે કર્મચારી બોટલમાં પેશાબ કરી રહ્યા છો. જો તે ખરેખર આવું જ હોય તો પછી કોઈ પણ આપણા માટે કામ કરશે નહીં.

પરંતુ આ પછી, ઘણા સમાચાર માધ્યમોએ એમેઝોન કર્મચારીઓની સમસ્યાઓનો પર્દાફાશ કરવાનું શરૂ કર્યું. ઘણા કામદારોએ કહ્યું કે પેશાબ કરવા માટે તેમની પાસે પ્લાસ્ટિકની બોટલનો ઉપયોગ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. ધ ઈન્ટરસેપ્ટ નામની વેબસાઇટએ પણ દાવો કર્યો હતો કે એમેઝોનના મોટા અધિકારીઓ ને ડ્રાઇવરોની આ સમસ્યાની જાણકારી હતી. તેણે કંપનીના આંતરિક દસ્તાવેજો ટાંકીને આ દાવો કર્યો હતો.

ત્યારબાદ એમેઝોને પોકનની માફી માંગતા નિવેદન જારી કર્યું. કંપનીએ કહ્યું કે, અમારું ટ્વિટ ખોટું હતું. તેમાં ડ્રાઈવરોનો કોઈ ઉલ્લેખ નહોતો, પરંતુ તે પરિપૂર્ણતા કેન્દ્રો વિશે હતો. અમે જાણીએ છીએ કે ઘણી વખત વાહનચાલકોને ટ્રાફિક અથવા ગ્રામીણ વિસ્તારોમાં રેસ્ટરૂમ કે વોશરૂમ શોધવામાં મુશ્કેલી પડે છે. કોરોનાવાયરસ રોગચાળાને લીધે જાહેર શૌચાલય બંધ થવાને કારણે સમસ્યામાં વધારો થયો છે. કંપનીએ કહ્યું કે આ આખા ઉદ્યોગની સમસ્યા છે અને તે હલ કરવા પ્રતિબદ્ઘ છે.

(10:05 am IST)