Gujarati News

Gujarati News

News of Monday, 5th April 2021

મિસ્ટ્રી વુમન બ્લેક મનીને વ્હાઈટ કરવાનું કામ કરતી હતી

સચિન વાઝે સાથે દેખાયેલ યુવતીની ધરપકડથી અનેક ખુલાસા : મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર એનઆઈએની નજર યુવતી પર પડી અને ત્યારે તેની ધરપકડ કરી લેવામાં આવી હતી

મુંબઈ, તા.૪ : નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ) દ્વારા લગભગ ૧૦ દિવસ સુધી તપાસ કર્યા બાદ આખરે એસયુવી (એન્ટિલીયા સ્કોર્પિયો કેસ) અને ઠાણેના બિઝનસમેનના મોતના કેસમાં આરોપી પોલીસ અધિકારી સચિન વાઝે સાથે સીસીટીવીમાં દેખાયેલી 'મિસ્ટ્રી વુમન'ની ધરપકડ કરી લીધી છે. ગુરુવારે મોડી રાત્રે મુંબઈ એરપોર્ટ પર એનઆઈએની નજર તેના પર પડી અને ત્યારે જ તેની ધરપકડ કરી લેવામાં આવી હતી. હવે આ ધરપકડ બાદ કેટલાક મહત્વના ખુલાસા થવાની સંભાવનાઓ વચ્ચે કેટલીક બાબતો સામે આવી છે. એક ટીમે મહિલાના પશ્ચિમ ઠાણેના પરા વિસ્તારમાં આવેલા તેના ઘરની તપાસ કરવામાં આવી હતી. પ્રાથમિક પૂછપરછમાં એવું સામે આવ્યું છે કે આ મહિલા કથિત રીતે કરન્સી નોટ કાઉન્ટિંગ મશીનનો ઉપયોગ કરીને બ્લેક મનીને વ્હાઈટ કરવાનું કામ કરતી હતી. ધરપકડ કરાયેલા આસિસ્ટન્ટ પોલીસ ઈન્સ્પેક્ટર દ્વારા ઉપયોગમાં લેવાયેલી બે મર્સિડીઝ બેન્ઝમાંથી એકમાંથી મશીન પાછલા મહિને એનઆઈએની ટીમને મળ્યું હતું. ૨૫ માર્ચમાં 'મિસ્ટ્રી વુમન'નો એંગલ એવા સમયે સામે આવ્યો જ્યારે.

એક ફાઈવ સ્ટાર હોટલના સીસીટીવી કેમેરામાં મહિલાને સચિન વાઝે સાથે અંદર જતા જોઈ હતી. સૂત્રો મુજબ ફ્લેટની તપાસ દરમિયાન એનઆઈએના હાથમાં કેટલાક મહત્વના સુરાગ હાથ લાગ્યા છે. તપાસમાં બેંકની પાસબૂક, લેવડ-દેવડ સંબંધિત ડાયરી અને અન્ય પુરાવા મળ્યા છે. કહેવાય છે કે સચિન વાઝેના લેવડ-દેવડનો હિસાબ આ સંદિગ્ધ મહિલા રાખતી હતી. એનઆઈએ ટીમ મહિલાને લઈને તેના ફ્લેટ પર પણ પહોંચી હતી. સંદિગ્ધ મહિલા છેલ્લા ૧૫ દિવસથી પોતાના ફ્લેટ પર નહોતી આવી. સંદિગ્ધ મહિલાને ભાડે મકાન અપાવનારા એસ્ટેટ એજન્ટની પણ એનઆઈએ દ્વારા ૩ દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. એવું પણ સામે આવ્યું હતું કે પાછલા ત્રણ દિવસથી એનઆઈએની ટીમ એજન્ટને ઓફિસ બોલાવતી હતી. હવે આ મહિલાના સચિન સાથે કેવા સંબંધ હતા અને ક્યારથી તે સચિન વાઝેને સાથ આપતી હતી, એન્ટિલીયા સ્કોર્પિયો કેસમાં તેની શું ભૂમિકા હતી તે અંગેની ઘણી માહિતી સામે આવશે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

(12:00 am IST)