Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ટેસ્લાના શેર ધોવાયા, એલન મસ્કે ૨ મીનિટમાં ૧ અબજ ડોલર ગુમાવ્યા

નવી દિલ્હી, તા.પઃ જાણીતી ઓટો કંપની ટેસ્લાના ચેરમેન એલન મસ્કને ગુરુવારના રોજ મોટો આંચકો લાગ્યો છે. ન્યૂયોર્ક શેર બજારના ખુલ્યું કે બે મીનિટની અંદર જ ટેસ્લાના શેર ૧૧ ટકા સુધી નીચે આવી ગયા હતા. આનાથી મસ્કની સંપત્તિમાં આશરે ૧.૧ અબજ ડોલરનો ઘટાડો થયો છે.

આ મહાઘટાડા બાદ મસ્કની નેટવર્થ ૨૨.૩ અબજ ડોલર છે. ઈલેકટ્રિક કાર બનાવનારી જાણીતી કંપનીએ માર્ચમાં સપ્તાહ ત્રિમાસીક ગાળામાં ગાડિઓની ડિલેવરિમાં રોકોર્ડ ઘટાડાનો રિપોર્ટ આપ્યો હતો. આ સમયગાળામાં કંપનીએ ૬૩ હજાર ગાડીઓની ડિલિવરી કરી, જયારે ગત નાણાકિય વર્ષની અંતિમ ત્રિમાસિક ગાળામાં કંપનીએ ૯૦,૯૬૬ કાર વેચી હતી.

બ્લૂમબર્ગના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મસ્કના આશરે ૧૦ અબજ ડોલર ટેસ્લા અને ૧૩ અબજ ડોલર રોકેટ બિઝનેસ સ્પેસ એકસપ્લોરેશન ટેકનોલોજીસ કોર્પમાં લાગેલા છે.

(3:52 pm IST)