Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ભાઇ-ભાઇ સામ સામે લડી રહ્યા છે ચૂંટણીઃ માત્ર બે જ મહિલા ઉમેદવારો છે મેદાનમાં: ૩૩ ઉમેદવારોનું ભાવિ ૩૩ લાખ મતદારોના હાથમાં

લોકસભા ચૂંટણીમાં કાશ્મીરના રોચક તથ્યો

જમ્મુ તા.પઃ પહેલા ચરણમાં જમ્મુ તથા બારામુલ્લાની બે બેઠકો પર ભાગ્ય અજમાવી રહેલા ૩૩ ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય ૩૩ લાખ મતદારો કરશે. બંન્ને બેઠકો પર યોગ્ય રીતે મતદાન થાય તેમાટે ૪૪૮૯ મતદાન કેન્દ્રો બનાવાયા છે, જમ્મુ બેઠક પર ૨૪, જયારે બારામુલ્લા બેઠક પર ૯ ઉમેદવારો મેદાનમાં છે.

બંન્ને બેઠકોના મળીને ૩૩,૬૫,૦૩૭ મતદારો છે જેમાં ૧૭,૧૬,૯૩૩ પુરૂષો અને ૧૬,૦૦,૮૯૭ મહિલા મતદારો છે. આજ રીતે ૪૭૧૫૫ સર્વિસ વોટર છે જેમાં ૪૬૬૫૨ પુરૂષો અને ૫૦૩ મહિલાઓ છે. આ બંન્ને બેઠકોમાં પર મતદારો ટ્રાન્સજેન્ડર છે.

આ વખતની ચૂંટણીમાં માત્ર બે મહિલા ઉમેદવારો મેદાનમાં છે. ગઇ લોકસભા ચૂંટણીમાં માત્ર એક જ મહિલા ઉમેદવાર હતી. જમ્મુ કાશ્મીરમાં મહેબુબા મુફતી ઉપરાંત એક માત્ર મહિલા ઉમેદવાર મનિષા સાહની છે જે શિવસેનાની ટિકીટ પર ઉદ્યમપુર બેઠક પરથી લડે છે.

રાજ્યના ૭૮.૮૦ લાખ મતદારોમાં સ્ત્રી મતદારો લગભગ અડધી છે. પણ તેમના અવાજને સાંભળીને મહિલા ઉમેદવારોને ટિકીટ આપવાની દરકાર કોઇ પક્ષે નથી કરી.

જમ્મુ કાશ્મીરની ચૂંટણીની એક રોચક વાત એ પણ છે કે, રાજકારણે અહીં ભાઇ-ભાઇને સામ સામે લડાવ્યા છે. ઉદ્યમપુર-ડોા બેઠક પર જીત મેળવવાના દાવેદારોમાં ભાજપાના ડો. જીતેન્દ્ર સિંહ અને કોંગ્રેસના વિક્રમાદિત્ય સિંહ પણ છે. ભૂતપૂર્વ સદર-એ - રિયાસત ડો. કરણસિંહના પુત્ર વિક્રમાદિત્યસિંહની સામે તેમના નાનાભાઇ અને ભૂતપૂર્વ પ્રધાન અજાતશત્રુસિંહ ભાજપાના ડો. જીતેન્દ્રસિંહનો પ્રચાર કરી રહ્યા છે જયારે ડો. કરણસિંહ વિક્રમાદિત્યસિંહનો પ્રચાર કરે છે.

(3:34 pm IST)