Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

બિહારના પૂર્વ સીએમ રાબડીદેવીએ નવાદામા દુષ્કર્મના આરોપીની પત્ની માટે ચૂંટણી પ્રચાર કરતા ભારે વિવાદ

રાજવલ્લભ યાદવને કોર્ટે આપી આજીવન કેદની સજા:આરજેડીએ તેની પત્નીને ટિકિટ આપી

પટના :બિહારના પુર્વ મુખ્ય પ્રધાન અને આરજેડી અધ્યક્ષ લાલુ યાદવના પત્ની રાબડી દેવીએ દુષ્કર્મના આરોપી રાજવલ્લભ યાદવના પત્ની માટે ચૂંટણી પ્રચાર કરતા વિવાદ થયો છે તેમણે બિહારના નવાદામાં આયોજિત એક જનસભામાં જણાવ્યુ હતુ કે રાજવલ્લભને ખોટી રીતે દુષ્કર્મના આરોપમાં ફસાવવામાં આવ્યા. અને તેમને બદનામ કરવાનું કામ કરવામાં આવ્યુ.છે તેમ કહીને નવાદાની જનતાને  વિભા દેવીને મત આપવા અપીલ કરી હતી

    અત્રે ઉલ્લેખનીય છે કે રાજવલ્લભ યાદવ પર દુષ્કર્મનો આરોપ છે જેથી તેમને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. જેથી રાજવલ્લભ હાલમાં જેલમાં છે. જેથી આરજેડીએ રાજવલ્લભના પત્ની વિભા દેવીને ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

(12:07 pm IST)