Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ઈરાનમાં ભયંકર પુરથી 62 લોકોના મોત :90થી વધુ લોકો ઘાયલ

પ્રેસિડેન્ટે કહ્યું અમેરિકી પ્રતિબંધને કારણે રાહતો અટકી :લોકોને મદદ ,રાહત અને દવાની જરૂર

ઇરાનમાં કેટલાય દિવસોથી ભયંકર પૂરનો સામનો કરી રહ્યું છે. ઇરાની મીડિયા અનુસાર, હાલમાં આવેલા પૂરના કારણે મૃતકોની સંખ્યા 62 થઇ છે પૂરના રિપોર્ટ અનુસાર, છેલ્લાં બે અઠવાડિયાથી આવેલા પૂરના કારણે દેશના અલગ અલગ શહેરોમાં લોકોનાં મોત થયા છે અને અંદાજિત 90થી વધુ લોકો ઘાયલ છે.

 

ઇરાન ઓથોરિટીએ સાઉથ-ઇસ્ટર્ન પ્રદેશના ખુઝેસ્તાનમાંથી 70 ગામોને ખાલી કરાવી દેવામાં આવ્યા છે. મંગળવારે આખા ઇરાનમાં સ્ટેટ ઓફ ઇમરજન્સી જાહેર કરવામાં આવી હતી. છેલ્લાં એક દાયકાથી આવેલા ઇરાનમાં આવેલું આ સૌથી ભંયકર પૂર છે.

(12:00 am IST)