Gujarati News

Gujarati News

News of Friday, 5th April 2019

ભારતીય સેનાને મોદી સેના કહેનારા લોકો દેશદ્રોહી : સેના દેશની હોય, કોઈ નેતાની હોતી નથી::જનરલ વી. કે. સિંહ

ભારતની સેનાઓ તટસ્થ છે. રાજનીતિથી અલગ રહેવા સક્ષમ છે. ખબર નહીં આવી વાત કોણ કરે છે.

ઉત્તર પ્રદેશના મુખ્ય મંત્રી યોગી આદિત્યનાથે કેન્દ્રીય વિદેશ રાજ્ય મંત્રી જનરલ વી. કે. સિંહના ચૂંટણી પ્રચારમાં ભારતીય સેનાને 'મોદીજીની સેના' કહી હતી આ મુદ્દે વિપક્ષોએ ટિક્કા કરી છે, ઘણા સૈન્યના પૂર્વ અધિકારીઓએ પણ આ વાતનો વિરોધ કરતા કહ્યું છે કે સેના દેશની હોય છે, કોઈ એક નેતાની હોતી નથી.

  યોગી આદિત્યનાથે ગાઝિયાબાદની ચૂંટણીસભાનું સંબોધન કરતાં કહ્યું હતું, "કૉંગ્રેસના લોકો આતંકવાદીઓને બિરયાની ખવડાવતા અને મોદીજીની સેના આતંકવાદીઓને ગોળી અને ગોળા ખવડાવે છે."

  ત્યારે શું ભારતીય સેનાને મોદીજીની સેના કહેવી યોગ્ય છે? આ સવાલના જવાબમાં વી. કે. સિંહે કહ્યું, "ભાજપના પ્રચારમાં લોકો પોતાને સેના પણ કહે છે પણ આપણે કઈ સેનાની વાત કરી રહ્યા છીએ.શું આપણે ભારતની સેનાની વાત કરી રહ્યા છીએ કે પૉલિટિકલ વર્કર્સની વાત કરી રહ્યા છીએ? મને ખબર નથી શું સંદર્ભ છે

 જનરલ વીકે સિંહે કહ્યું કે જો કોઈ કહે કે ભારતની સેના મોદીજીની સેના છે તો એ ખોટું જ નહીં, પણ દેશદ્રોહ છે. ભારતની સેનાઓ ભારતની છે, એ કોઈ રાજકીય પક્ષોની નથી.

જનરલ સિંહે કહ્યું, "ભારતની સેનાઓ તટસ્થ છે. રાજનીતિથી અલગ રહેવા સક્ષમ છે. ખબર નહીં આવી વાત કોણ કરે છે. એક બે લોકો જ જેના મનમાં આવી વાતો આવે છે, કારણ કે તેમની પાસે બીજું કશું જ નથી

વી. કે. સિંહે કહ્યું, "ભારતની સેનાની વાત કરો તો ભારતની સેનાની જ વાત કરો. જો તમે રાજકીય વાત કરતા હોવ તો આપણે ઘણી વખત તેમને મોદીજીની સેના અથવા ભાજપની સેના કહી શકીએ છીએ. પરંતુ તેમાં અને ભારતની સેનામાં ફરક છે

(12:00 am IST)