Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સલમાન અલ્પસંખ્યક હોવાથી મળી સજા :પાક,વિદેશમંત્રીનો બફાટ

સલમાન ખાન સત્તાધારી પક્ષ તરફી હોત તો તેને ઓછી સજા થાત : ખ્વાજા આસિફ

 

નવી દિલ્હી: જોધપુર કોર્ટ દ્વારા 1998માં કાળિયારના શિકાર કેસમાં સલમાન ખાનને દોષિત ઠેરવી પાંચ વર્ષની જેલની સજા કરાઈ છે ત્યારે પાકિસ્તાનના વિદેશ મંત્રી ખ્વાજા આસિફે સલમાન ખાનની સજા પર વિવાદાસ્પદ નિવેદન આપ્યુ છે. સલમાનની સજા પર પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે સલમાન ખાન અલ્પસંખ્યક હોવાના કારણે સજા કરવામાં આવી છે. એટલું નહીં આસિફે એવો પણ દાવો કર્યો કે જો સલમાન ખાન સત્તાધારી પક્ષ તરફી હોત તો તેને ઓછી સજા થાત.

    અગાઉ દાયકાઓથી બોલિવૂડમાં બેડબોય તરીકે ઓળખાતા સલમાન ખાનને 20 વર્ષ પહેલાના કાળિયારના શિકાર કેસમાં આજે જોધપુરની કોર્ટે 5 વર્ષની સજા સંભળાવી અને આજે સલમાનને જેલમાં મોકલી દેવાયો. કાળિયારના શિકાર કરવાથી લઈને મુંબઈની ફૂટપાથ પર સૂતા વ્યક્તિને કચડવાના મામલે સલમાન પાંચમીવાર જેલમાં ગયો છે. બોલિવૂડના સફળ કલાકારોમાં સામેલ સલમાન ખાન પર વર્તમાન ફિલ્મ નિર્માતાઓના લગભગ 600 કરોડ રૂપિયા દાવ પર લાગ્યા છે. વિવાદાસ્પદ અંગત જીવનમાં ભાઈની ઓળખ ધરાવતા સલમાન ખાન સાથે સારું અને ખરાબ બંને ચરિત્ર જોડાયેલું છે. સલમાને 1998માં જોધપુર નજીક એક જંગલમાં વિલુપ્તપ્રાય બે કાળિયારનો શિકાર કર્યો હતો.

    28 માર્ચના રોજ મામલે સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટમાં સુનાવણી થઈ હતી. છેલ્લી દલીલ બાદ જજે પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. લાંબી સુનાવણી બાદ કેસમાં આજે ચુકાદો આવ્યો. સલમાન ખાનને હાલ ખુબ ચુસ્ત સુરક્ષા બંદોબસ્તમાં જોધપુર જેલમાં રખાયો છે. હાઈ સિક્યોરિટી સેલમાં તેને રખાયો છે. તે કેદી નંબર 106 રહેશે.સલમાન ખાનના વકીલે જામીન અરજી દાખલ કરી દીધી છે. જેના પર આવતી કાલે સવારે 10.30 વાગ્યે કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે

 

(12:56 am IST)