Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

૮૦ ટકા ભારતીઓ માસાહારી !

૧૮ કરોડ ભારતીયો ગૌમાંસ આરોગે છે : સરકારી આંક પ્રમાણે ર૩ થી ૩૭ ટકા હિન્દુ શાકાહારી છે, પણ ખાનગી રિસર્ચમાં માત્ર ર૦ ટકા હિન્દુઓ જ શાકાહારી છેઃ ૧૮ કરોડ ભારતીયો બીફ ખાય છેઃ ૭૦ ટકા લોકોની પસંદ બકરી!

નવી દિલ્હી તા. પ : ભારતના ૮૦ ટકા હિન્દુઓ માંસાહારી હોવાનંુ એક સર્વેમાં જણાવાયું છે.  બીબીસીના અહેવાલ પ્રમાણે અમેરિકામાં રહેતા માનવ વિજ્ઞાની બાલ-મુરલી નટરાજન અને ભારતમાં રહેતા એક અર્થશાસ્ત્રી સૂરજ જૈકબ દ્વારા થયેલા એક રિસર્ચના તારણ પ્રમાણે ભારણમાં ર૦ ટકા લોકોજ શાકાહારી છે. ભારતમાં હિન્દુ-સમાજની વસ્તી ૮૦ ટકા છે, જેમાંના મોટાભાવના માંસાહારી છે.

જો કે, સરકાર દ્વારા થયેલા ત્રણ મોટા સર્વેના તારણો પ્રમાણે ભારતમાં ર૩ થી ૩૭ ટકા લોકો શાકાહારી છે. પરંતુ માનવ વૈજ્ઞાનિક અને અર્થશાસ્ત્રી સર્વે બાદ કહે છે. સરકારી આંકમાં સાંસ્કૃતિક અને રાજનૈતિક દબાણથી તૈયાર થયો છે. વાસ્તવમાં માત્ર ર૦ ટકા ભારતીયો જ શાકાહારી છે.

ડો. નટરાજન અને ડો. જૈકબના સર્વે પ્રમાણે ભારતમાં ગૌમાતાને પવિત્ર માનવામાં આવે છે.મોદીજીનું શાસન છે છતાં ૧પ ટકા ભારતીયો એટલ કે ભારતના ૧૮ કરોડ લોકો બીફ-ગૌમાંસ ખાય છે. ભારતમાં દિલ્હી બટર-ચીકનની રાજધાની ગણાય છે. ઉત્તરી રાજય પંજાબમાં ૭પ ટકા લોકો શાકાહારી છે.

આંક પ્રમાણે ઇંદોરમાં ૪૯ ટકા લોકો શાકાહારી છેજયારે મેરઠમાં ૩૬ ટકા, દિલ્હીમાં ૩૦ ટકા, નાગપુરમાં રર ટકા, મુંબઇમાં ૧૮ ટકા, હૈદ્રાબાદમાં ૧૧ ટકા, ચેન્નાઇમાં છ ટકા, કોલકાતામાંં માત્ર ૪ ટકા લોકો શાકાહારી છે.

(4:10 pm IST)