Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સલમાનને સજા સંભળાવતા જ... અલવીરા - અર્પિતા ધ્રુસકે - ધ્રુસકે રડી પડી

જોધપુર : બોલિવુડ એકટર સલમાન ખાન માટે ગુરૂવારનો દિવસ એક મોટી મુશ્કેલી લઇને આવ્યો. કાંકાણી કાળા હરણ શિકાર કેસમાં કોર્ટે જયારે તેમને દોષિત ગણાવ્યો અને પછી પાંચ વર્ષની સજા સંભળાવી, તો તેના ચહેરા પર ટેન્શન સ્પષ્ટ દેખાઇ રહ્યું હતું. નિર્ણય આવતા પહેલાં સલમાને પોતાના ઉપર લાગેલા તમામ આરોપોને રદ કરતાં પોતાને બેકસૂર ગણાવ્યો, પરંતુ જજે તેમની દલીલ સાંભળી નહીં. કોર્ટે સજા સંભળાવતા જ સલમાનની બહેનો અલવીરા અને અર્પિતા તેને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. કહેવાય છે કે આ દરમ્યાન સલમાન ખાનની આંખોમાં પણ આંસુ આવ્યા હતા.

નિર્ણય પહેલાં કોર્ટ પહોંચનાર સલમાન ખાન સૌથી આગળ હતા. કાળા રંગનો શર્ટ પહેરી અને આંખો પર ચશ્મા લગાવી સલમાન ખાનના ચહેરા પર નિર્ણય પહેલાં ટેન્શન ચોક્કસ દેખાતું હતું. આ દરમ્યાન તેમની સાથે તેમની બહેનો અલવીરા અને અર્પિતા પણ હાજર હતી. કહેવાય છે કે જે સમયે કોર્ટે સલમાન ખાનને દોષિત ગણાવ્યો, ત્યારે તેમની બહેન અલવીરા પણ રડવા લાગી. આપને જણાવી દઇએ કે સલમાનના તમામ કેસ પર અલવીરા જ નજીક જોવા મળી રહી છે. આ કેસમાં પણ ચુકાદા પહેલાં અલવીરા જ વકીલની સાથે ચર્ચા કરી રહી હતી.

આ કેસમાં બીજા આરોપીઓમાં સૈફ અલી ખાન, તબ્બુ સિવાય નીલમ અને સોનાલી બૈન્દ્રે પણ પતિની સાથે કોર્ટમાં પહોંચી હતી.(૨૧.૩૭)

(4:01 pm IST)