Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

સલમાન જેલભેગોઃ ૫ વર્ષની સજા કાળીયારનો શિકાર મોંઘો પડયોઃ કોર્ટમાંથી જ સલમાનની ધરપકડઃ અન્ય કલાકારો નિર્દોષ

૧૯ વર્ષ જુના કનકની કાળિયાર શિકાર કેસમાં વાઇલ્ડ લાઇફના કાયદા પ્રમાણે સલમાન દોષિત જાહેર : હાઇકોર્ટમાંથી જ જામીન મળશેઃ સજાના એલાન બાદ તેની બંને બહેનો રડી પડી : ફિલ્મ જગત સ્તબ્ધ : સલમાન ખાનની મેડીકલ તપાસ પછી જોધપુર સેન્ટ્રલ જેલમાં લઇ જવાશે, જ્યાં આશારામને રાખવામાં આવ્યા છે

નવી દિલ્હી તા. ૫ : ૧૯ વર્ષ જુના કનકની ગામમાં ૨ કાળીયારના શિકાર કરવાના કેસમાં જોધપુર કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આ કેસમાં સલમાન સિવાય એકટર સૈફ અલીખાન, તબ્બુ, નીલમ અને સોનાલી બેન્દ્રે પણ આરોપી હતા. ૧૯૯૮ના આ કેસમાં જોધપુર કોર્ટે આજે નિર્ણય સંભળાવ્યો હતોે. સલમાન ખાનને કોર્ટે દોષિત જાહેર કર્યો છે. જ્યારે બાકીના તમામ આરોપીને કોર્ટે નિર્દોષ જાહેર કર્યા છે. આ નિર્ણય બાદ સલમાનના ચહેરા પર ઉદાસીનતા જોવા મળી. સલમાનની બંને બહેનો પણ ચુકાદા સમયે કોર્ટમાં હાજર હતી. ૧૯૯૮ના આ કેસની સુનાવણી ૨૮ માર્ચે પૂર્ણ કરવામાં આવી હતી. આ કેસમાં સલમાનને ૨ વર્ષની સજા સંભળાવામાં આવી હતી પરંતુ સલમાનને જેલ જવું પડશે નહિ. જોધપુર કોર્ટે સલમાનને જામીન આપ્યા.

૧૯૯૮ જુના આ કેસની સુનાવણી ર૮ માર્ચે પૂરી કરવામાં આવી હતી. આજે જોધપુરની કોર્ટ આ કેસનો નિર્ણય સંભળાવ્યો છે. સલમાન અને અન્ય વિરૂધ્ધ શિકારના કુલ ૩ કેસ (બે શિકારા અને બે કાળા હરણનો શિકાર) અને આર્મ્સ એકટનો એક કેસ નોંધવામાં આવ્યો હતો. સલમાનને ઘોડા ફાર્મ હાઉસ અને ભવાદ ગામ ચિંકારા શિકાર કેસનાં હાઇકોર્ટે નિર્દોષ જાહેર કર્યો હતો આર્મ્સ એકટના કેસમાં પણ ગયા વર્ષે સલમાન નિર્દોષ જાહેર થયો હતો.

બાદમાં આ કેસોના ગાયબ ગવાહ હરીશ દુલાની ''સામે'' આવ્યા બાદ સલમાનની મુશ્કેલીમાં વધારો થયો છે રાજસ્થાન સરકારના આ સાહેદને આધાર બનાવીને સલમાન ખાન પર હાઇકોર્ટના નિર્ણય વિરૂધ્ધ સુપ્રિમમાં અપીલ થયેલ. ત્યારબાદ આ કેસ ફરી શરૂ કરવામાં આવ્યો હતો.

આ ઘટના 'હમ સાથ સાથ હૈ' ફિલ્મના શુટીંગ દરમ્યાન બની હતી. આરોપ છે કે સૈફઅલી ખાન, તબ્બુ અને સોનાલી બેન્દ્રેની સાથે સલમાનખાને રાજસ્થાનમાં જોધપુરની પાસે કણકણી ગામમાં બે કાળિયારનો શિકાર કર્યો હતો. સરકારી વકીલના જણાવ્યા મુજબ તે રાતે દરેક કલાકાર જીપ્સીમાં સવાર હતા. જેને સલમાન ખાન ચલાવી રહેલ.

ફિલ્મ ''હમ સાથ-સાથ હૈ'' ના સાક્ષીઓએ કોર્ટને જણાવેલ કે જોધપુર પાસેના કાંકાણી ગામની સીમમાં ૧ ઓકટોબર ૧૯૯૮ની રાત્રે સલમાને બે કાળીયાર હરણનો શિકાર કરેલ. તેની સાથે સૈફ, નીલમ, સોનાલી અને તબ્બુ પણ હતા. ગોળીનો અવાજ સાંભળતા ગ્રામજનો એકઠા થતા સલમાન સહીતના બધા લોકો કારમાં ત્યાંથી ભાગી ગયેલ અને બન્ને મૃત કાળીયાર ત્યાં જ પડયા રહ્યા હતા.

આ કેસમાં ૧ર ઓકટોબર ૧૯૯૮માં પહેલી વાર સલમાનની ધરપકડ થયેલ ૧૩ ઓકટોબરના રોજ વન વિભાગની ઓફીસમાં તપાસ અધીકારીઓ દ્વારા સલમાન અને સાક્ષીઓના નિવેદનો નોંધેલ. પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ સલમાન ૧૭ ઓકટોબર ૧૯૯૮ના રોજ જામીન ઉપર છુટયો હતો.

ધરપકડ દરમિયાન પોલીસ દ્વારા સલમાનના રૂમની તપાસ કરાતા ત્યાંથી પિસ્તોલ અને રાઇફલ મળી આવેલ. જેના લાયસન્સની અવધી પુરી થઇ ગઇ હતી. એટલે સલમાન ખાન ઉપર આર્મ્સ એકટ હેઠળ વધારાનો એક કેસ નોંધાયો હતો.

નિર્ણય પહેલા જજની સામે સલમાને કહ્યું 'હું નિર્દોષ છું'

જોધપુર : કાળા હરણના શિકાર કેસમાં જોધપુર કોર્ટે નિર્ણય સંભળાવી દીધો છેઃ જાણવા મળી રહ્યું છે કે, કોર્ટ રૂમમાં જજના પહોંચ્યા બાદ સલમાન ખાને ઉભા થઇને પોતે નિર્દોષ હોવાની વાત કહીઃ આ કેસમાં સલમાન ઉપરાંત અન્ય ૫ વ્યકિત પણ આરોપી હતાઃ નિર્ણય પહેલા કોર્ટ પહોંચનારમાં સલમાન ખાન સૌથી આગળ હતાઃ કાળા રંગની શર્ટ પહેરીને કોર્ટ પહોંચેલા સલમાનના મોઢા પર ટેન્શન સ્પષ્ટ પણ દેખાતું હતું

કાળીયાર હરણોનું ટોળું જોયું ને સલમાને ગોળીઓ વરસાવી

અભિનેત્રીઓને લઇને સલમાન જંગલમાં નિકળેલ ત્યારે હરણોનું ટોળું જોઇને તેઓએ ગોળીઓ વરસાવી અને બે કાળિયારનો શિકાર કર્યો હતો. તેઓએ કહ્યું કે જયારે લોકોએ તેઓને જોયા અને પીછો કર્યો તો આ ફિલ્મ હસ્તીઓ મૃત કાળિયારોને ઘટના સ્થળે છોડીને ભાગી છૂટયા હતા.

સલમાન સામેના ચાર કેસની વિગત

      કેસ-૧

કેસ-૨

કેસ-૩

કેસ-૪

   ભવાદ ગામ

ઘોડા ફાર્મ હાઉસ

આર્મ્સ એકટ

કનકની ગામ

૧ હરણનો શિકાર

૨ હરણનો શિકાર

ગેરકાયદે હથિયાર

૨ કાળીયારનો શિકાર

   નિર્દોષ જાહેર

નિર્દોષ જાહેર

નિર્દોષ જાહેર

દોષિત જાહેર

(3:20 pm IST)