Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

ખોટા નિર્ણંયથી જીવન બદલાયું :એપ્પલના ફાઉન્ડર રોનાલ્ડે શેર માત્ર 800 રૂપિયામાં વેચીને કંપની છોડી

1 એપ્રિલ 1976માં એપ્પલને શરૂ કરનાર સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજિનીએક અને રોનાલ્ડ વેન હતાં:રોનાલ્ડ વેન સૌથી અનુભવી વ્યક્તિ હતાં

 

માણસના એક ખોટા નિર્ણંયથી જીવન બદલી શકે છે દુનિયાની સૌથી મોટી કંપનીના માલિક સાથે પણ આવું બન્યું હતું એપલ દુનિયાની સૌથી મોટી ટેક્નોલોજી કંપની છે. એપલના શરૂવાતમાં ત્રણ ફાઉન્ડર હતાં. જેમાંથી ત્રીજા ફાઉન્ડરનું નામ છે રોનાલ્ડ વેન છે.તે દુનિયાના સૌથી કમનસીબ માણસ ગણાય છે.

  એપલની શરૂવાત 1 એપ્રિલ 1976ના થઇ હતી. જેને શરૂ કરવામાં સ્ટીવ જોબ્સ, સ્ટીવ વોજિનીએક અને રોનાલ્ડ વેન હતાં. તે સમયે રોનાલ્ડ વેન સૌથી અનુભવી વ્યક્તિ હતાં. તેમણે એપલનો લોગો પણ ડિઝાઇન કર્યો હતો. કંપનીની પાર્ટનરશીપ એગ્રીમેન્ટ પણ રોનાલ્ડોએ બનાવ્યું હતું. એમ તો રોનાલ્ડો કંપનીના બેઝમાં હતાં પરંતુ તેમના શેર 800 રૂપિયામાં વેચીને કંપની છોડી દીધી હતી.

  રોનાલ્ડો પ્રમાણે કંપની છોડવાનો નિર્ણય તેમનો પોતાનો હતો. તેમને જોબ્સ સાથે કામ કરવામાં મુશ્કેલી આવી રહી હતી. ભલે જોબ્સ લોકો સામે એક સારા સ્પીકર હોય પરંતુ  હકીકતમાં તે એક જીદ્દી અને જોડ-તોડમાં માનનારા વ્યક્તિ હતા. 21 વર્ષિય સ્ટીવ જોબ્સ, 25 વર્ષિય વોજનિએક અને 42 વર્ષિય રોનાલ્ડ વેને સાથે મળીને કંપનીની શરૂઆત કરી હતીતે વખતે રોનાલ્ડો કંપનીના 10 ટકા શેયર હોલ્ડર હતા.

   રોનાલ્ડો વેને પોતાના એક ઇન્ટર્વ્યૂમાં કહ્યું હતુ કે સમયે 22,000 ડોલર પ્રતિ વર્ષ કમાતા હતા. કંપની છોડ્યાના થોડાક વર્ષો સુધી જોબ્સ અને વોજનિએક રોનાલ્ડને ફરીથી કંપનીમાં જોડાવા માટે બોલાવતા હતાં. પરંતુ રોનાલ્ડોને બન્નેની વાત માની. કદાચ તે વખતે તેમને ખબર નહોતી કે તેઓ કેટલી મોટી ભૂલ કરી રહ્યા છે.

  એપલ દુનિયાની સૌથી મોટી કંપની છે ત્યારે રોનાલ્ડોને લોકો અનલકી માણસ માનવામાં આવી રહ્યાં છે.

(12:00 am IST)