Gujarati News

Gujarati News

News of Thursday, 5th April 2018

અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે મુંબઈ કોંગ્રેસના અધ્યક્ષ સંજય નિરૂપમને 1000 કરોડની માનહાનીની નોટિસ મોકલી

 

મુંબઇ :અનિલ અંબાણીના રિલાયન્સ ગ્રુપે મુંબઇ કોંગ્રેસનાં અધ્યક્ષ સંજય નિરુપમને 1 હજાર કરોડ રૂપિયાની માનહાનીની નોટિસ મોકલી છે મુંબઇ હાઇકોર્ટમાં સંજય નિરુપમની વિરુદ્ધ આરોપ લગાવ્યો કે, અદાણી ટ્રાન્સમિશન દ્વારા રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં દેવાનાં બોઝથી દબાયેલ મુંબઇનાં વિજ કારોબારનાં અધિગ્રહણની પાછળ વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ) નો હાથ છે. કંપનીએ નિરુપમનાં આરોપોને ખોટા અને આધારહીન ગણાવ્યા છે.

   કંપની તરફથી અપાયેલા નિવેદનમાં કહેવાયુ છે કે  નિરુપમે રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં એકીકૃત મુંબઇ વિજ વ્યાપારની અદાણી ટ્રાન્સમિશનને વેચાણનાં પ્રસ્તાવ મુદ્દે ઘણા ખોટા અને આરોપહીન આરોપ લગાવ્યા છે અને તેને સરકાર દ્વારા ફ્રાન્સનાં રાફેલ લડાકુ વિમાનોની ખરીદી સાથે જોડ્યું છે. રિલાયન્સે નિરુપમે પોતાનાં આરોપોને પાછા લેવા અને નોટિસ મળ્યાનાં 72 કલાકમાં માફી માંગવા માટે કહેવામાં આવ્યું છે

   અનિલ અંબાણીની આગેવાનીવાળી રિલાયન્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં શેરધારકોએ ગત્ત મહિને કંપનીનાં મુંબઇનાં વિજળી વ્યાપારને અદાણી ટ્રાન્સમિશન 18800 કરોડ રૂપિયામાં વેચવાને મંજુરી આપી હતી. અધિગ્રહણ બાદ અદાણી સમુહની પાસે મુંબઇમાં આશરે 30 લાખ ગ્રાહકોને 1800 મેગાવોટ વિજળી પુરી પાડવાની જવાબદારી આવી જશે. સાથે તેને 500 મેગાવોટની તાપ વિજળી ઉત્પાદન ક્ષમતા પણ મળશે

   અંગે સંપર્ક કરવામાં આવતા નિરુપમે વિચલિત થયા વગર કહ્યું કે, તેઓ લોકોનાં માટે એવા મુદ્દાઓ ઉઠાવતા રહેશે. કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કોઇ સોદામાં પારદર્શિતાની માંગ કરવી શું માનહાની છે. જો માનહાની હોય તો થવા દો. તેમણે કહ્યું કે, માનહાની દ્વારા મને ડરાવવાનાં બદલે કંપનીએ ઉપનગર મુંબઇનાં 30 લાખ વિજળી ગ્રાહકો પર વિજળીનાં દરોમાં વધારો કરવામાં આવવો જોઇએ નહી

(9:42 am IST)