Gujarati News

Gujarati News

News of Tuesday, 5th March 2019

તામિલનાડુમાં ગઠબંધન ફાયનલ :કોંગ્રેસને ફાળે 10 સીટ:ડીએમકે 20 બેઠકો પર લડશે;અન્ય સીટો સહયોગી સાત પાર્ટીઓને ફાળવાઈ

ગઠબંધનના સહયોગી પક્ષો સાથે બેઠકોની વહેંચણી મામલે સમજુતી સધાઈ

 

આગામી લોકસભા ચૂંટણી માટે દક્ષિણનાં મહત્વનાં રાજ્ય તામિલનાડુમાં કોંગ્રેસ ગઠબંધન કરવામાં સફળ રહ્યું છે. તમિલનાડુમાં DMK બેઠકોની વહેંચણીનું એલાન કર્યુ છે

  . ડિએમકે પ્રમુખ એમ.કે.સ્ટાલિન જણાંવ્યું કે,2019ની લોકસભા ચૂંટણી માટે ગઠબંધનના સહયોગી પક્ષો સાથે બેઠકોની  વહેંચણી મામલે સમજુતી સધાઈ છે. ડિએમકે જાહેરાત કરી છે કે, લોકસભા ચૂંટણીમાં ડિએમકે  20 સંસદિય સીટ પર ચૂંટણી લડશે. સમજુતી પ્રમાણે ડિએમકેએ તામિલનાડુની 39 લોકસભા સીટમાંથી 10 સીટ કોંગ્રેસને આપી છે. અન્ય સીટો ગઠબંધનમાં સહયોગી સાત પાર્ટીઓનાં ખાતામાં ગઈ છે

    ડિએમકે અધ્યક્ષ એમ કે સ્ટાલિને તમિલનાડુ કોંગ્રેસનાં પ્રભારી મુકુલ વાસનિક,તમિલનાડુ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ કે.એસ.અલાગીરી તેમજ અન્ય સિનીયર નેતાઓની હાજરીમાં પાર્ટી મુખ્યાલયમાં બેઠક સમજુતીની જાહેરાત કરવામાં આવી હતી.

  ડિએમકે તમિલનાડુની 20 સીટો પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસને દસ સીટ આપવમાં આવી છે. જેમાં પોન્ડિચેરીની એક સીટ પણ સામેલ છે. બીજી તરફ બે-બે સીટો VCK,CPI,CPI(M)ને આપવામાં આવશે. તેમજ MDMK, KDMK, IJK અને IUMLને એક- એક બેઠકથી સંતોષ માનવો પડ્યો છે.

(10:28 pm IST)