Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

અદાલતે દોષિત જાહેર કર્યો

બ્રિટનમાં બાળ ત્રાસવાદીઓની ફોજ ઉભી કરી મદ્રેસાનો શિક્ષક ઉંમર હક સમગ્ર લંડનને હચમચાવવા માગતો હતો

લંડન તા. ૫ : લંડનનાં ૨૫ વર્ષના ઉંમર અહમદ હકને ત્યાંની એક અદાલતે ચાઈલ્ડ ટેરરિસ્ટની ફોજ ઊભી કરવાની પ્રયાસો માટે દોષિત જાહેર કર્યો છે.

સમાચાર એજન્સીઓના જણાવ્યા મુજબ ઉંમર હકઙ્ગલંડનમા અનેક આતંકવાદી હુમલા કરવા માંગતો હતો. ખૂંખાર આતંકી સંગઠન ઇસ્લામિક સ્ટેટનો-આઈએસનો તે સમર્થક પણ હતો.

આ ઉમર ત્યાંના મદ્રેસામાં ભણતા બાળકોને હિંસક વિડિયો બતાવીને તેમને ચાઈલ્ડ ટેરરિસ્ટ બનાવવાની કોશિશ કરી રહ્યો હતો. આ બાળકોને પોલીસ ઉપર હુમલા કરવાની તાલીમ પણ આપી રહ્યો હતો.ઙ્ગ

ત્રાસવાદ વિરોધી મામલાઓના પોલીસ પ્રેસિડેન્ટ હેડને જણાવ્યું હતું કે તેની યોજના બાળ આતંકીઓની ફોજ તૈયાર કરી લન્ડન આખામાં સંખ્યાબંધ ત્રાસવાદી હુમલા કરવાની હતી. તેણે કોશિશો પણ કરી હતી.ઙ્ગ

અમને એવું લાગે છે કે ઉગ્રવાદની લપેટમાં ૧૧ થી ૧૪ વર્ષના બચ્ચાઓને સામેલ કરવામાં આવ્યા છે.ઙ્ગ

પોલીસે કહેલ કે કોઈપણ પ્રકારની યોગ્યતા નહીં ધરાવનાર આ ઉંમર હકને વ્યવસ્થાપકનાંઙ્ગ નાના ઓઠા હેઠળ નોકરી ઉપર રાખવામાં આવ્યો હતો. શિક્ષણની આડમાં તે એક નાનકડી ખાનગી ઈસ્લામી સ્કૂલ અને પૂર્વ લંડનની તરઈપલ રોડ મસ્જિદથી જોડાયેલ એક મદ્રેસાના ૧૧૦ બાળકોને ઇસ્લામિક ભણતર આપીને આતંકવાદી બનાવવા માંગતો હતો, બનાવી રહ્યો હતો. આ બાળકોમાંથી ૩૫ને અત્યારે સામાજિક સેવાઓ અને અન્ય અધિકારીઓ સાથે જોડાયેલ લાંબા સમય ચાલનારાં સુરક્ષા ઉપાયોથી પસાર કરવામાં આવી રહ્યા છે.

આ ૩૫માંથી છ બાળકોએ ઉમર હક્ક વિરુદ્ઘ એવા પુરાવા આપ્યા છે, જેમાં બતાવવામાં આવ્યુ છે કેઙ્ગ લડાઈ કરવી એ સારી વાત છે અને તાકાત વધારવા માટે શુ ઉપાય કરવા જોઈએ.

ફરિયાદ પક્ષે બતાવ્યું કે ઉંમર હકનો ઇરાદો લંડનનાં બિગ ટાવર, મહારાણીની સુરક્ષામાં રહેલા સૈનિકો,ઙ્ગ એક મોટા શોપિંગ સેન્ટર અને મીડિયા સેન્ટર ઉપર હુમલો કરવાનો હતો.

ઉમર હકકે ગયા વર્ષે માર્ચ મહિનામાં લંડનના વેસ્ટમિનીસ્ટર બ્રિજ ઉપર થયેલ ત્રાસવાદી હુમલાથી પ્રેરણા મેળવી હતી. આ હુમલામાં ખાલિદ મસૂદ નામના ત્રાસવાદીએ સંસદના વિસ્તારમાં એક પોલીસ અધિકારીને ચાકુ માર્યા પછી ભાડાની મોટર લઈને ચાર મુસાફરોને કચડી મારી નાંખ્યા હતા.ઙ્ગ

તેણે મદરેસામાં પણ આવવાવાળા છોકરાઓનેઙ્ગ બંદૂકો અને દારૂગોળાથી ભરેલી કાર દ્વારા આ જ પ્રકારના હુમલાઓ કરવાની વાત કરી હતી. તેણે બાળકોને મસૂદની જેમ જ હુમલાઓ કરવા માટે પણ ઉકસાવ્યા હતા.

(4:36 pm IST)