Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સાચુ કામ કરવુ જાઇએ, બધા સાથે સાચી વાત થવી જોઇએ, બધાની સાથે યોગ્ય ચીજ થવી જાઇએ, બધા સાથે નેક કામ થવુ જાઇઍઃ સલમાન ખાને ખેડૂત આંદોલન મુદ્દે પ્રતિક્રિયા આપી

મુંબઇઃ દેશમાં બે મહિનાથી વધુ સમયથી ખેડૂતોનું આંદોલન ચાલી રહ્યું છે. ખેડૂતો નવા કૃષિ કાયદા સામે પ્રદર્શન કરી રહ્યા છે. આ બધા વચ્ચે બોલીવુડના ભાઈજાન સલમાન ખાનને ગુરુવારે પત્રકારોના એક કાર્યક્રમમાં ખેડૂતો અંગે સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના પર તેણે જવાબ આપ્યો. અત્રે જણાવવાનું કે આ અગાઉ અનેક બોલીવુડ હસ્તીઓએ પોતાની પ્રતિક્રિયા આ મુદ્દે આપેલી છે.

મુંબઈમાં એક મ્યૂઝિક શોના લોન્ચ દરમિયાન બોલીવુડના  ભાઈજાન સલમાન ખાનને જ્યારે ખેડૂતોના આંદોલન પર સવાલ પૂછાયો તો સલમાન ખાને તેનો જવાબ આપતા કહ્યું કે ' સાચું કામ કરવું જોઈએ, બધા સાથે સાચી વાત થવી જોઈએ, બધાની સાથે યોગ્ય ચીજ થવી જોઈએ. બધા સાથે નેક કામ થવું જોઈએ.'

અત્રે જણાવવાનું કે બોલીવુડના ત્રણેય મોટા ખાનમાંથી સૌથી પહેલા સલમાન ખાનનું જ નિવેદન આ મામલે સામે આવ્યું છે. શાહરૂખ ખાન અને આમિર ખાને જો કે આ મુદ્દે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

(4:51 pm IST)