Gujarati News

Gujarati News

News of Friday, 5th February 2021

સિગ્નલ એપે ચેટ વોલપેપર અને એનિમેશન ફીચર ઉમેર્યા

નવી દિલ્હી, તા.૫: પાછલા કેટલાંક દિવસોમાં WhatsAppએ પોતાનો મોટો માર્કેટ શેર ગુમાવ્યો છે. નવી ટર્મ્સ ઓફ સર્વિસના કારણે ફેસબુકના સ્વામિત્વ વાળી આ ઇંસ્ટેંટ મેસેંજર એપની મોટી મજાક બની છે. હરિફ Signal Appએ આ તકને ઝડપી લીધી અને આ જ કારણ છે કે કંપનીના યુઝરબેસમાં અનેક નવા સબ્સ્ક્રાઇબર્સ જોડાયા છે. હવે કંપની ધીરે ધીરે WhatsAppના ફીચર્સ અપનાવીને તેના યુઝર્સને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે. આ જ પ્રયાસમાં સિગ્નલ એપે પોતાના પ્લેટફોર્મ પર બે નવા ફીચર્સ એડ કર્યા છે, જે બિલકુલ WhatsAppના ફિચર્સ જેવા જ છે.

સિગ્નલ એપમાં હવે ચેટ વોલપેપર અને એનિમેશન ફીચરને જોડવામાં આવ્યું છે. જેની મદદથી યુઝર્સ દરેક ચેટ બોકસ માટે કસ્ટમાઇઝ વોલપેપર સેટ કરી શકે છે. આ સાથે જ ડિફોલ્ટ બેકગ્રાઉન્ટને પણ સેટ કરવાનો ઓપ્શન આપવામાં આવ્યો છે. સિગ્નલના ૫.૩ અપડેટમાં એન્ડ્રોયડ અને iOS યુઝર્સને આ ફીચર્સ મળશે.સિગ્નલ એપમાં WhatsAppના જેમ જ લોક સ્ક્રીન, પિન ચેટ, ગ્રુપ કોલ્સ સહિત અનેક ફીચર્સ પણ મળે છે. પાછલા દિવસોમાં ડેટા સિકટોરિટીને લઇને વોટ્સએપ દુનિયાભરમાં નિશાને રહ્યું. તેથી ઘણાં લોકો હવે ધીરે ધીરે સિગ્નલ અને ટેલીગ્રામ જેવી ઇંસ્ટેંટ મેસેંજર એપ પર શિફ્ટ થઇ રહ્યાં છે.

(3:12 pm IST)