Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ભાજપની ચૂંટણી સભામાં ગાયીકા સપના ચૌધરીએ પૂછ્યું -વોટ કોને આપશો ? લોકોએ કહ્યું-કેજરીવાલને

ઢોંડી વિધાનસભા ક્ષેત્રમાં પાર્ટી ઉમેદવાર માટે વોટ માંગવા ગયેલી સપના ચૌધરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ

 

નવી દિલ્હી : દિલ્હી વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર પોતાના અંતિમ ચરણમાં છે. દિલ્હીના રણમાં તમામ રાજકીય પાર્ટીઓએ જનતાને પોતાની તરફ કરવા માટે એડી ચોટીનું જોર લગાવી રહી છે. રેલીથી લઇને સોશિયલ મીડિયા સુધી તમામ પાર્ટીઓ પોતાના પક્ષમાં માહોલ બનાવવામાં લાગી છે.

   તેવામાં હરિયાણવી ગાયિકા અને ભાજપની સપના ચૌધરીનો એક ચૂંટણી પ્રચારનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં સપના ચૌધરી બીજેપી ઉમેદવાર માટે વોટ કરવાની અપીલ કરી રહી છે. આ વીડિયોમાં સપના ચૌધરી બીજેપી નેતાઓ સાથે સ્ટેજ પર લોકોને સંબોધિત કરી રહી છે. બીજેપી નેતા સપના ચૌધરી કોને વોટ કરશો પૂછે છે તો લોકો જવાબમાં કેજરીવાલનું નામ કહે છે.

   આ વાયરલ વીડિયોમાં સપના ચૌધરી બીજેપી નેતાઓની સાથે સ્ટેજ પરથી લોકોને સંબોધિત કરી રહી છે. તથા બીજેપી ઉમેદવાર માટે વોટોની અપીલ કરી રહી છે. વીડિયોમાં સપના લોકોને પૂછી રહી છે કે, તમે લોકો આ વખતે કોને વોટ આપશો? સપનાનો સવાલ સાંભળીને લોકો જવાબ આપે છે.

(12:01 am IST)