Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ટવિટર મોટો બદલાવ કરવા જઇ રહ્યું છે : ટવિટર શેયર કરતા પહેલા નજર આવશે ચેતવણી

         ટવિટર પર થોડા દિવસોમાં એવી સુવિધા ઉપલબ્ધ થશે જે કોઇ ભ્રામક અથવા ખોટી જાણકારીવાળા ટવિટને રીટવિટ કરવા પર ઉપયોકતાને એક ચેતવણી દેખાડશે. કંપનીમા આ સેવા પાંચ માર્ચ ર૦ર૦ થી પ્રારંભ કરી દેશે. આનો હેતુ ભ્રામક અથવા ખોટી જાણકારી ફેલાતી રોકવાનો છે. સર્વજનની સુરક્ષા માટે અથવા મતદાતાને પ્રભાવીત કરી શકે છે કંપની ભ્રામક અથવા તોડી-મરોડી રજુ કરેલ જાણકારીની ઓળખ કરશે.

સાથેજ લોકોને ખોટી સુચના આપનારા આવા ટવિટને હટાવવા પણ કદમ ઉઠાવશે હેતુ આવા ટવિટનો પ્રસાર રોકવાનો છે. ખોટા વીડિયો અને ભયાનક પ્રભાવોને લઇ ચિંતાઓ થઇ રહી છે. અમે આ ટવિટ પર એક રીતનું લેબલ લગાવી શકીએ છીએ. અને  આવા ટવિટને બીજી વખત ટવિટ કરવા અથવા લાઇક કરવાથી પહેલા ઉપયોકતાને ચેતવણી દેખાડશું.

(11:54 pm IST)