Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

દિલ્હી ચૂંટણી રેલીમાં રાહુલ ગાંધી બેફામ:પીએમ મોદી પર વાંધાજનક ટિપ્પણી : કહ્યું- યુવાનો મોદીને ડંડા ફટકારશે:જબરા વિવાદના એંધાણ

હોઝ કોઝીમાં રેલી સંબોધતા રાહુલ ગાંધીએ રોજગાર મુદ્દે સરકારને ઘેરતા જીબ પરનો કાબુ ગુમાવ્યો : કહ્યું છ મહિના પછી મોદી ઘરની બહાર નહીં નીકળી શકે : મતદાન પૂર્વે રાહુલના બફાટથી ભાજપને ફાયદો

 

નવી દિલ્હી : કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલ્હીની ચૂંટણી સભામાં વડા પ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી પર વાંધાજનક ટિપ્પણી કરી છે તેમણે રોજગારના મુદ્દે પીએમ મોદીને ઘેરતા અત્યંત અભદ્ર શબ્દોનો ઉપયોગ કર્યો હતો

  રાહુલ ગાંધીએ કે 'પીએમ મોદી 6 મહિના પછી ઘરની બહાર નીકળી શકશે નહીં એટલે થી જ નહીં અટકતા રાહુલ ગાંધીએ કહ્યું, 'ભારતનો યુવક તેને ડંડા મારશે મતદાન પહેલા રાહુલ ગાંધીના બફાટથી ભાજપને મોટો ફાયદો થવાનું નિશ્ચિત મનાય છે

   દિલ્હી વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે નેતાઓની ભાષા કથળી છે તેવામાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ  હૌઝ કાઝીમાં રેલી સંબોધતા પીએમ મોદી વિશે ખૂબ વાંધાજનક વાત કહી હતી રોજગાર મુદ્દે કેન્દ્ર  સરકાર પર પ્રહાર કરતા રાહુલ ગાંધીએ જીબ પરનો કાબુ ગુમાવ્યો હતો અને કહ્યું હતું કે આજે ભાષણ કરી રહેલ પીએમ મોદી છ મહિના પછી તે ઘરની બહાર નીકળી શકશે નહીં. ભારતનો યુવા તેને એવી લાકડી વડે મારશે,કે  તેમને સમજાવો કે આ ભારતના યુવાનોને રોજગાર આપ્યા વિના આગળ વધી શકશે નહીં.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંધાજનક ટિપ્પણીઓને કારણે ભાજપના બે સાંસદો પર ચૂંટણી પંચ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને ચૂંટણી પ્રચાર પર પ્રતિબંધ મૂક્યો હતો. ચૂંટણી પ્રચાર માટે હવે માત્ર એક જ દિવસ બાકી છે ત્યારે રાહુલ ગાંધીએ આવી અભદ્ર ટિપ્પણી કરી હતી

 

(11:44 pm IST)