Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ઉમા ભારતીએ ર૦ર૪ ની ચૂંટણી લડવાનું એલાન કર્યુઃ રામમંદિર ટ્રસ્ટ પર ફેંસલાને બતાવ્યો ગર્વ દિવસ

         મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ઉમા ભારતીએ ર૦ર૪ ની ચૂંટણી લડવાનું એલાન કર્યુ છે. ઉમા ભારતી તબિયતના કારણે વર્ષ ર૦૧૯ ની ચૂંટણી લડયા ન હતા. પત્રકારો સાથેની વાતચીતમાં ઉમા ભારતીએ કહ્યું કે ર૦૧૯ મા ચૂંટણી લડવાનું એલાન કર્યુ હતુ કે ર૦ર૪ મા ચુંટણી લડીશ. ઉમા ભારતી ર૦૧૪ માં યુપીના ઝાંસીથી લોકસભા ચૂંટણી લઢયા અને જીતયા તે મોદી મંત્રીમંડળમા પણ હતા.

         કેન્દ્ર સરકાર દ્વારા રામમંદિર નિર્માણ માટે ટ્રસ્ટ બનાવવાના નિર્ણય પર કહ્યું કે આ બેહદ ખુશી અને  ગર્વનો દિવસ છે. હું ભવ્ય રામંદિર જોવા માંગું છુ. ભાજપાની ઉપાધ્યક્ષ ઉમા ભારતીએ રામમંદિર ટ્રસ્ટ ગઠનની ઘોષણા કરવા માટે નરેન્દ્ર મોદીને અભિનંદન આપ્યા. શ્રીરામ જન્મ ભૂમિ તીર્થક્ષ્ેત્ર ટ્રસ્ટની દેખરેખમાં રામમંદિર બનશે.

 

(11:30 pm IST)