Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ભાજપની રેલીમાં માર મરાઈ છે જયારે શાહીનબાગમાં બચવાઇ છે : રોહિણીસિંહ

ગુંજન કપૂર નામની મહિલા બુરખો પહેરીને શાહિબાગ ધરણામાં પહોંચી : વિરોધ કરનાર મહિલાઓએ યુવતી સાથે સારા વ્યવહારની ચોમેર પ્રસંશા

નવી દિલ્હી:  શાહીન બાગમાં ગુન્જા કપૂર નામની યુવતી બુરખા પહેરી ધરણા પર પહોંચી હતી. જેને ત્યાંની મહિલાઓએ પકડી લઈને પોલીસ હવાલે કરી હતી

તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સ્પષ્ટપણે પણ જોવા મળી રહ્યું છે કે વિરોધ કરનારી મહિલાઓએ યુવતી સાથે જે રીતે વર્તન કર્યું છે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. ટ્વિટર પર આ વીડિયોને રિટ્વીટ કરતા કેટલાક પત્રકારોએ મહિલાઓની પ્રશંસા કરી છે અને સલામ કરી છે.

   પત્રકાર રોહિણીસિંહે તેના ઓફિસિયલ ટ્વિટર એકાઉન્ટ પર લખ્યું છે કે 'શાહીન બાગની મહિલાઓએ યુવતી સાથે સારો વ્યવહાર કર્યો છે અને તેને ટોળાની હિંસાથી બચાવી છે. અમિત શાહની રેલીઓ અને શાહીન બાગના વિરોધ વચ્ચે આ જ તફાવત છે

(10:09 pm IST)