Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

પીએફઆઇના માસ્ટર માઇન્ડ સભ્યની ધરપકડઃ સીએએ વિરૂદ્ધ પ્રદર્શનમાં કર્યુ હતુ ફંડિગ

         નાગરિકતા સંશોધન કાનુનના વિરોધમાં થયેલ પ્રદર્શનમા઼ ભડકેલ હિંસામાં સરકારી સંપતિ સાથે પ્રાઇવેટ સંપતિઓને પ્રદર્શનારીઓ દ્વારા નુકસાન પહોંચાડવામા આવ્યું હતુ.  અહિંસક પ્રદર્શનને લઇ સામે આવ્યું હતુ કે પ્રદર્શનકારીઓને ભડકાવવા માટે પીએફઆઇના ઘણા લોકોએ  રૂપિયા આપ્યા હતા. આ મામલામાં વિજનોર પોલીસએ ચાર લોકોને ચાંદપુર થાણા ક્ષેત્રથી ૩ ફેબ્રુઆરીના  ધરપકડ કરી હતી. જયારે પોલીસે આ મામલામાં પીએફઆઇના એક અને માસ્ટર માઇન્ડ સભ્ય શોએબની ધરપકડ કરી જેલમાં મોકલ્યો.

         સીએએ વિરૂદ્ધ થયેલ હિંસક પ્રદર્શન દરમ્યાન પોલીસે ૮૦ લોકોની ધરપકડ કરી હતી. જયારે ૧પ૦ અજાણ્યા લોકો વિરુદ્ધ કેસ દાખલ થયો હતો. આ હિંસક પ્રદર્શનને લઇ પીએફઆઇનુ નામ સામે આવ્યુ હતુ. જેમાં દેશ વિરોધી પેમ્પલેટ અને લોકોને ભડકાવવા રૂપિયાનું ફંડિગ થયુ હતુ.

         આ મામલામા પોલીસએ બિજનોરના જુલાહાન મોહલ્લીના રહેવાવાળા શોએબ નામા યુવકની ધરપકડ કરી છે. ધરપકડ થયેલ યુવક માસ્ટર માઇન્ડ છે. આ યુવક ર૦૧૭ થી પીએફઆઇનો સક્રિય સભ્ય છે. 

(9:44 pm IST)