Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

ચૂંટણી પંચે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ફરી લગાવ્યો 24 કલાકનો પ્રતિબંધ

ચૂંટણી રેલી કરવા, ચૂંટણી સભા, રોડ-શો અને ટીવીમાં ઈન્ટરવ્યૂ આપવા પર પ્રતિબંધ

નવી દિલ્હીઃ દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં રાજકીય પાર્ટીઓ ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત છે ત્યારે ભાજપના સાંસદ પ્રવેશ વર્મા પર ચૂંટણી પંચે ફરી પ્રતિબંધ લગાવી દીધો છે. પ્રવેશ વર્મા પર 24 કલાકનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ચૂંટણી પંચે પ્રવેશ વર્મા પર ચૂંટણી રેલી કરવા, ચૂંટણી સભા, રોડ-શો અને ટીવીમાં ઈન્ટરવ્યૂ આપવા પર પ્રતિબંધ લગાવ્યો છે.

 ભાજપના સાંસદ પ્રવેશ વર્માએ એક ટીવી ચેનલમાં મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. પ્રવેશ વર્મા પર બુધવારે સાંજે 6 કલાકથી ગુરૂવારે સાંજે 6 કલાક સુધી પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે આ પહેલા તેમની પર ચૂંટણી પંચે 96 કલાકનો પ્રતિબંધ લગાવ્યો હતો.

પ્રવેશ વર્માએ એક ન્યૂઝ ચેનલ સાથે વાતચીતમાં કહ્યું હતું, 'મેં તેમને આતંકી નહીં, નક્સલવાદી કહ્યાં હતા. તે દિલ્હીની જનતાને ગેરમાર્ગે દોરી રહ્યાં છે. શાહીન બાગમાં બેઠેલા લોકોને ગેરમાર્ગે દોરી તેને સમર્થન આપી રહ્યાં છે. જેમ કોઈ નક્સલવાદી કામ કરે છે તેમ દિલ્હીના મુખ્યપ્રધાન કામ કરે છે. આતંકવાદનું કામ કરનારા લોકો પણ ગેરમાર્ગે દોરે છે અને સીએમ અરવિંદ કેજરીવાલ પણ ગેરમાર્ગે દોરે છે.'

(8:06 pm IST)