Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

સીએએ વિરોધી પ્રસ્તાવ એમપી કેબિનેટમાં પાસ

મધ્યપ્રદેશ પાંચમું રાજ્ય બની ગયું

ભોપાલ, તા.૫ : કોંગ્રેસના દિગ્ગજ નેતા ભલે સીએએને રાજ્યો માટે માનનાર કાનૂન કહી ચુક્યા છે પરંતુ કોંગ્રેસ શાસિત રાજ્ય સતત આનો વિરોધ કરીને પ્રસ્તાવ રજૂ કરી રહ્યા છે. હવે મધ્યપ્રદેશ કેબિનેટે પણ સીએએ વિરોધી પ્રસ્તાવને પાસ કરી દીધો છે. આજે બુધવારના દિવસે કેન્દ્ર સરકારના નાગરિક સુધારા કાનૂન સામે વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નાગરિક સુધારા કાનૂનને દૂર કરવાની માંગ સાથે પ્રસ્તાવ પાસ કરાયો હતો. સાથે સાથે રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર્ડ અથવા એનપીઆરમાં સુધારાની પણ માંગ કરવામાં આવી છે.

            આ પહેલા કેરળ, પંજાબ, બંગાળ, રાજસ્થાન વિધાનસભામાં સીએએ વિરોધી પ્રસ્તાવ પાસ કરવામાં આવી ચુક્યા છે. મધ્યપ્રદેશ કેબિનેટે આજે સીએએની સામે અને એનપીઆરમાં સુધારાના પ્રસ્તાવ રજૂ કર્યા હતા. મધ્યપ્રદેશ કેબિનેટે આ પ્રસ્તાવ પાસ કરી દીધા હતા. પ્રદેશ કેબિનેટે રજૂ કરવામાં આવેલા પ્રસ્તાવમાં કેટલીક બાબતોનો ઉલ્લેખ કરાયો છે. બીજી બાજુ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે સત્તારુઢ કોંગ્રેસ પાર્ટી અને મુખ્યમંત્રી કમલનાથ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. જો કે, પ્રસ્તાવને પાસ કરવામાં કમલનાથ સરકાર સફળ રહી હતી. વિરોધ પ્રદર્શન હાલ જારી છે.

(7:58 pm IST)