Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

એમએફના કેપિટલ ગેઇન પર નહીં પણ ડિવિડંડ પર ટીડીએસ

બજેટ બાદ ઉભી થયેલી દુવિધાને દૂર કરી દેવાઈ : ટેક્સ વિભાગ દ્વારા સ્પષ્ટીકરણ જારી થતા વિવાદનો અંત

નવીદિલ્હી, તા. ૫ : નાંણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ૨૦૨૦-૨૧માં કંપની અથવા તો મ્યુુચ્યુઅલ ફંડ તરફથી શેર હોલ્ડર્સ અથવા યુનિ ફોલ્ડર્સને અદા કરવામાં આવેલા ડિવિડંડ અથવા તો ઇન્કમટેક્સની રકમ ૫૦૦૦ રૂપિયા વાર્ષિકથી વધારે હોવા પર ૧૦ ટકાના ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ (ટીડીએસ) વસુલ કરવાના પ્રસ્તાવ આપવામાં આવ્યા હતા જેમાં દુવિધા ઉભી થઇ હતી. ટેક્સ વિભાગે મંગળવારના દિવસે આ સંદર્ભમાં સ્પષ્ટીકરણ કરતા કહ્યું છે કે, બજેટમાં ટીડીએસ લાગૂ કરવાનો જે પ્રસ્તાવ આપવામાં આવ્યો હતો તે મ્યુચ્યુઅલ ફંડની યુનિટના રિડમ્સનના પરિણામ સ્વરુપે હાંસલ કરવામાં આવતા લાભ નહીં બલ્કે તેની તરફથી આપવામાં આવતા ડિવિડંડ ઉપર લાગૂ થશે.

          નાણામંત્રી નિર્મલા સીતારામને બજેટ ૨૦૨૦-૨૧માં આપવામાં આવેલા પ્રસ્તાવમાં કહેવામાં આવ્યું હતું કે, કંપનીઓ અને મ્યુચ્યુઅલ ફંડ તરફથી શેર ધારકો અથવા તો યુનિ ફોલ્ડર્સને ચુકવવામાં આવતા ડિવિડંડ પર ડીડીટી લાગૂ થશે નહીં તેની જગ્યાએ તેઓએ કંપની અથવા તો મ્યુચ્યુઅલ ફંડ તરફથી શેર હોલ્ડર્સ અથવા તો યુનિ ફોલ્ડર્સને અદા કરવામાં આવેલી ડિવિડંડ અથવા તો ઇન્કમની રકમ ૫૦૦૦ રૂપિયાથી વધુ વાર્ષિક હોવાની સ્થિતિમાં ૧૦ ટકા ટીડીએસ વસુલ કરવાનો પ્રસ્તાવ આપ્યો હતો જેને લઇને કેટલીક ચર્ચાઓ જોવા મળી રહી હતી. સેન્ટરલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સ દ્વારા નિવેદન જારી કરીને કહેવામાં આવ્યું છે કે, મ્યુચ્યુઅલ ફંડને યુનિટના રિડેમ્સનના પરિણામ સ્વરુપે કેપિટલ ગેઇન ઉપર ટીડીએસ કાપવાનું રહેશે. આમા કહેવામાં આવ્યું છે કે, સૂચિત સેક્શન હેઠળ મ્યુચ્યુઅલ ફંડને ૧૦ ટકા ટીડીએસ ડિવિડંડ પેમેન્ટ પર આપવાનું રહેશે. મ્યુચ્યુઅલ ફંડને એ રકમ પર કોઇ ટેક્સ કાપવાનો રહેશે નહીં જે કેપિટલ ગેઇનના સ્વરુપમાં યુનિટ હોલ્ડરને હાંસલ થશે.

(7:52 pm IST)