Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

બેરોજગારીનો દોર ૬.૧ ટકા નોંધાયો છે : સરકાર

રાજ્યસભામાં માહિતી પુરી પડાઈ

નવીદિલ્હી, તા. ૫ : દેશમાં બેરોજગારીનો દોર ૨૦૧૭-૧૮માં ૬.૧ ટકા રહ્યો છે. નવા સર્વે મુજબ આ અંગેની માહિતી સપાટી ઉપર આવી છે. સરકાર દ્વારા આજે રાજ્યસભામાં આ અંગેની માહિતી આપવામાં આવી હતી. શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે માહિતી આપતા કહ્યું હતું કે, સરકાર દ્વારા નવા પેરામીટરોને ધ્યાનમાં લઇને નવા સર્વે કરાવી રહી છે. મોટા કદને આવરી લઇને આ સર્વે થઇ રહ્યા છે. મોટા સેમ્પલ સાઈઝ આ સર્વેમાં લેવામાં આવી રહ્યા છે. પરિણામની સરખામણી આ સંદર્ભમાં અગાઉમાં કરવામાં આવેલા સર્વે સાથે થઇ શકે નહીં.

           કારણ કે, અગાઉ નાના કદના સેમ્પલ લેવામાં આવ્યા હતા. લેબર ફોર્સ સર્વે સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા બાદ તેના કારણો જારી કરાયા છે. ફોર્સ ભાગીદારી ૩૬.૯ ટકા હતી. ૨૦૧૭-૧૮માં બેરોજગારીનો દર ૬.૧ ટકા રહ્યો છે. પ્રશ્નકલાક દરમિયાન પૂરક પ્રશ્નોના જવાબમાં પ્રધાને કહ્યું હતું કે, આ સર્વેના રિપોર્ટ અગાઉના વર્ષમાં કરવામાં આવેલા સર્વે કરતા ખુબ જુદા પ્રકારના રહ્યા છે. બેરોજગારી આસમાને હોવાની વાત હાલમાં કરવામાં આવી રહી હતી. જો કે, આજે જારી કરાયેલા સરકારના અહેવાલથી આને લઇને ચર્ચાઓ અકબંધ રહી છે.

(7:51 pm IST)