Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

વ્યાજદરમાં ઘટાડો થશે કે કેમ તે સંદર્ભે કાલે નિર્ણય લેવાશે

આરબીઆઈની બેઠકના કાલે પરિણામ જાહેર : વ્યાજદર હાલમાં યથાવત રાખવામાં આવે તેવી સંભાવના

મુંબઈ, તા. ૫ : આરબીઆઈની પોલિસી સમીક્ષાની બેઠક હાલમાં ચાલી રહી છે. આ બેઠકના પરિણામ હવે આવતીકાલે જાહેર કરવામાં આવશે. રિટેલ ફુગાવાનો દર ઉંચો હોવાથી હાલ વ્યાજદરમાં કોઇ ફેરફાર કરવામાં આવે તેવી સંભાવના દેખાઈ રહી નથી. અર્થતંત્રને પાટા પર લાવવાના તમામ પ્રયાસ ચાલી રહ્યા છે ત્યારે આરબીઆઈ પણ પ્રવર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઇને હાલ વ્યાજદરોને યથાવત રાખે તેવી સંભાવના દેખાઈ રહી છે. વ્યાજદરની સમીક્ષા ચાલી રહી છે.

           ચોથી ફેબ્રુઆરીના દિવસે એમપીસીની બેઠક શરૂ થયા બાદથી પ્રવર્તમાન સ્થિતિના સંદર્ભમાં વાતચીત ચાલી રહી છે. મોટાભાગના અર્થશાસ્ત્રીઓ માની રહ્યા છે કે, વ્યાજદરમાં હાલ કોઇપણ ફેરફાર કરવામાં આવશે નહીં. જો કે, મોડેથી વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવી શકે છે. ફુગાવો હાલ વધી રહ્યો છે ત્યારે આરબીઆઈની નજર ફુગાવા પર અંકુશ મેળવવા ઉપર કેન્દ્રિત છે. સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે. અર્થતંત્રમાં નોંધપાત્ર સુધારો થયો છે. મેન્યુફેક્ચરિંગ બાદ હવે સર્વિસ સેક્ટરની ગતિવિધિ સાત વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગઈ છે જે સાબિત કરે છે કે, અર્થતંત્ર પાટા ઉપર છે.

(7:49 pm IST)