Gujarati News

Gujarati News

News of Wednesday, 5th February 2020

લેવાલીનો દોર : સેંસેક્સમાં વધુ ૩૫૩ પોઇન્ટનો સુધારો નોંધાયો

સેંસેક્સ કારોબારના અંતે ૪૧૧૪૩ની ઉંચી સપાટી ઉપર બંધ રહ્યો : તાતા સ્ટીલમાં સૌથી મોટો ૫.૫ ટકા સુધીનો ઉછાળો : નિફ્ટીમાં પણ ૧૦૬ પોઇન્ટનો સુધારો : ત્રણ દિવસથી તેજીનો માહોલ રહેતા કારોબારી ખુશખુશાલ

મુંબઇ,તા. ૫  : શેરબજારમાં આજે સતત ત્રીજા દિવસે જોરદાર તેજીનું મોજુ રહ્યું હતું. અવિરત લેવાલીનો માહોલ રહેતા કારોબારીઓ ખુશખુશાલ દેખાઈ રહ્યા છે. મેટલ, રિયાલીટી અને ફાઈનાન્સિયલ કાઉન્ટરોમાં જોરદાર લેવાલી જામી હતી. શેરબજારમાં આજે તેજી સાથે કારોબાર રહેવા માટે અનેક પરિબળો જવાબદાર રહ્યા હતા. સેંસેક્સ ૩૫૩ પોઇન્ટ ઉછળીને ૪૧૧૪૩ની સપાટીએ રહ્યો હતો. આજે કારોબારના અંતે તાતા સ્ટીલમાં ૫.૫ ટકાનો સૌથી મોટો ઉછાળો રહ્યો હતો. ભારતી એરટેલ, એચડીએફસી અને ટીસીએસના શેરમાં પણ મોટો ઉછાળો રહ્યો હતો. બીજી બાજુ હિરોમોટો, મારુતિ અને પાવરગ્રીડમાં સૌથી મોટો ઘટાડો રહ્યો હતો. બ્રોડર માર્કેટમાં બીએસઈ મિડકેપ ઇન્ડેક્સમાં એક ટકાનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૬૪૪ રહી હતી જ્યારે એસએન્ડપી સ્મોલકેપ ઇન્ડેક્સમાં ૯૯ પોઇન્ટનો ઉછાળો રહેતા તેની સપાટી ૧૪૬૪૪ રહી હતી. એનએસઈમાં બેંચમાર્ક નિફ્ટી ઇન્ડેક્સ ૧૦૬ પોઇન્ટ ઉછળીને ૧૨૦૮૯ની સપાટીએ રહ્યો હતો.

           મિડિયા સિવાય તમામ સેક્ટરલ ઇન્ડેક્સમાં ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી મિડિયામાં ૦.૭૭ ટકાનો ઘટાડો રહ્યો હતો. ભારત પેટ્રોલિયમ કોર્પોરેશનના શેરમાં સતત ત્રીજા દિવસે ઉછાળો રહ્યો હતો. યુરોપિયન શેરબજારમાં પણ ઉતારચઢાવની સ્થિતિ હાલમાં જોવા મળી રહી છે. કોમોડિટીની વાત કરવામાં આવે તો તેલ કિંમતોમાં ત્રણ ટકાથી વધુનો ઉછાળો નોંધાયો છે. કંપનીઓના પરિણામો હાલમાં જાહેર કરવામાં આવી રહ્યા છે જેના ભાગરુપે  હિરોમોટો, લ્યુપિન અને સનફાર્માના પરિણામ ગુરુવારના દિવસે જ્યારે એસીસી, ઇન્ડિયા સિમેન્ટ અને એનટીપીસીના પરિણામ શુક્રવારે તેમજ એમએન્ડએમના પરિણામ શનિવારના દિવસે જાહેર કરાશે.કોરોના વાયરસને લઇને દહેશત વિશ્વભરમાં દેખાઈ રહી છે તેની અસર ભારત ઉપર પણ થઇ છે.

              શેરબજારમાં ગઇાલે જોરદાર તેજીનું મોજુ ફરી વળ્યું હતું. કારોબારના અંતે સેંસેક્સમાં હાલમાં તમામ નુકસાનની રિકવરી થઇ ગઈ હતી. બજેટના દિવસે થયેલા ભારે નુકાસન બાદ કારોબારના અંતે સેંસેક્સ ૯૧૭ પોઇન્ટ ઉછળીને ૪૦૭૮૯ની ઉંચી સપાટીએ રહ્યો હતો. અત્રે નોંધનીય છે કે શનિવારના દિવસે સ્પેશિયલ ટ્રેડિંગ સેશનમાં સેંસેક્સે ૯૮૮ પોઇન્ટ ગુમાવી દીધા હતા જ્યારે નિફ્ટીએ ૩૦૦ પોઇન્ટ ગુમાવી દીધા હતા. વિદેશી મૂડીરોકાણકારોએ જાન્યુઆરી મહિનામાં શેર માર્કેટમાં ૧૨૦૦૦ કરોડથી વધુ રકમ ઠાલવી દીધી છે. સતત પાંચમાં મહિનામાં ભારતીય ઇક્વિટીમાં સૌથી વધુ નાણાં ઠાલવવામાં આવ્યા છે. અમેરિકા અને ઇરાન વચ્ચે ભૌગોલિક તંગદિલી હળવી બની હોવા છતાં મૂડીરોકાણકારો કેટલાક અંશે નિરાશ દેખાઈ રહ્યા છે પરંતુ હજુ પણ કારોબારી જંગી નાણાં ઠાલવી રહ્યા છે. ઇક્વિટી સેગ્મેન્ટમાં એફપીઆઈ દ્વારા સપ્ટેમ્બર મહિનામાં ૭૫૪૭.૮ કરોડ રૂપિયા રોક્યા હતા જ્યારે ઓક્ટોબર મહિનામાં ૧૨૩૬૭.૯ કરોડ રોક્યા હતા. શેરબજારમાં તેજીથીંખુશી રહી હતી.

(7:48 pm IST)